મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

નીતિશરાજમાં બિહારના રસ્તાઓની ભયંકર દુર્દશા

મુંબઇ : નિતિશકુમારના જેડીયુ અને ભાજપ વચ્ચે ચૂંટણી ગઠબંધન થયું છે. બન્ને ૧૭-૧૭ બેઠકો લોકસભાની લડશે. ત્યારે ટાઇમ્સ નાઉના વરિષ્ઠ પત્રકાર મેઘા પ્રસાદે ટવીટ કરી લખ્યું છે કે, નિતિશ કુમારના રાજમાં બિહારમાં રસ્તાઓ ભાંગેલા-તૂટેલા બની ગયા છે. લાંબા ટ્રાફિક જામ સર્જાય છે અને આ સ્થિતિને કાબુમાં લેવા એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ નજરે પડતો ન હતો. જે મુસાફરી સામાન્ય રીતે ૬ કલાકમાં પૂરી કરી શકાય તેનો ૯ કલાકે પણ અંત આવ્યો નથી અને ગઇ મોડી સાંજ સુધી તેઓ પોતાના નિશ્ચિત સ્થળે પહોંચી શકયા ન હતા.

(11:33 am IST)