Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પ્રદર્શન વચ્ચે વિવેકાનંદની મૂર્તિ સાથે ચેડાથી તંગદિલી

જેએનયુમાં વિદ્યાર્થી પ્રદર્શન જારી

નવી દિલ્હી, તા.૧૪ : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે તોડફોડની ઘટનાઓ સપાટી ઉપર આવી છે. આમા સ્વામી વિવેકાનંદની એક મૂર્તિ સાથે ચેડા કરવાની ઘટના પણ સપાટી ઉપર આવી છે. પ્રતિમાની આસપાસ ભાજપ માટે અપશબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે આ સમગ્ર ઘટનાની નિંદા કરીએ છીએ. પ્રતિમાની આસપાસ ભાજપ માટે અપશબ્દો પણ લખવામાં આવ્યા હતા. આ હરકત કોના તરફથી કરવામાં આવી છે તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. જો કે, ઘટનાની માહિતી મળ્યા બાદ એ સ્થાનને સાફ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેએનયુના વિદ્યાર્થીઓ ફીને લઇને હાલ વિરોધ કરી રહ્યા હતા. ફી વધારાને પરત ખેંચવામાં આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓ કેટલીક નવી માંગણીઓને લઇને દેખાવ કરી રહ્યા છે. જુદા જુદા ચાર્જ અને નિયમોમાં ફેરફારને લઇને પ્રદર્શન જારી છે. બુધવારના દિવસે ફીમાં વધારાને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રેસકોડ અને અવરજવરના સમયને લઇને પણ નિયમોને દૂર કરવામાં આવ્યા હતા.

(8:00 pm IST)