Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વિવિધ પરિબળ વચ્ચે WPI ફુગાવો ૦.૧૬ ટકા : અહેવાલ

મૂડી દ્વારા આર્થિક વિકાસનો અંદાજ ૫.૬ ટકા : મેન્યુફેક્ચર્ડ વસ્તુઓની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો થયો

મુંબઈ, તા. ૧૪ : હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવાનો આંકડો આજે ઓક્ટોબર મહિનામાં ૦.૧૬ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં ૦.૩૩ ટકાની સામે તે ૦.૧૬ ટકા રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની કિંમતોમાં વધુ ઘટાડો અને નોનફુડ વસ્તુઓની કિંમતમાં ઘટાડાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. આજે સરકાર દ્વારા આ મુજબના આંકડા જારી કરવામાં આવ્યા હતા. વાર્ષિક ફુગાવો જે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ડબલ્યુપીઆઈ ઉપર આધારિત છે તે ઓક્ટોબર ૨૦૧૮માં ૫.૫૪ ટકાનો રહ્યો હતો. ફુડ આર્ટીકલ માટે ભાવ વધારાનો રેટ આ મહિના દરમિયાન ૯.૮૦ ટકાનો રહ્યો છે. જ્યારે નોન ફુડ આર્ટિકલ માટે આ દર ૨.૩૫ ટકાનો રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે આંકડા જારી કરવામાં આવ્યા હતા. મેન્યુફ્ચર્ડ પ્રોડક્ટ માટે હોલસેલ ફુગાવો માઇનસ ૦.૮૪ ટકાનો રહ્યો છે. ઓક્ટોબર ૨૦૧૯માં આ આંકડો રહ્યો હતો.

                       જો કે, આ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૬૨ ટકાની ૧૬ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ ખાસ કરીને ફ્રુટ અને શાકભાજી સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ફુગાવામાં વધારો થયો હતો. રિટેલ અનએ ડબલ્યુપીઆઈના આંકડે હંમેશા સરકાર માટે મહત્વના રહે છે. મૂડીની ઇન્વેસ્ટર સર્વિસે હવે ૨૦૧૯ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૫.૬ ટકા કરી દીધો છે. તેનું કહેવું છે કે, સરકાર દ્વારા વપરાશની માંગમાં આવેલી મંદીને દૂર કરવા તરફ ધ્યાન આપી રહી નથી જેની અસર આગામી દિવસોમાં દેખાશે. તેમણે કહ્યું હતું કે, અમને ભારત માટે અમારા ગ્રોથની આગાહીમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. હવે અમે રિયલ જીડીપી ગ્રોથના આંકડાને ૨૦૧૯માં ૫.૫૬ ટકા કરી રહ્યા છે. ૨૦૧૮માં આ આંકડો ૭.૪ ટકા કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં જ ભારતના આઉટલુકને સ્ટેબલથી નેગેટિવ કરવામાં આવ્યો હતો.

(7:57 pm IST)