Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાફેલ મામલે સુપ્રીમકોર્ટમાં કોંગ્રેસે પિટિશન દાખલ કરી નથી : અમે હજુ રાફેલ કૌભાંડ મુદ્દે સ્પષ્ટ : રાજીવ સાતવ

અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાફેલના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કોંગ્રેસ પક્ષે દાખલ નથી કરી. એટલા માટે એ વિષય મને ખબર નથી. રાફેલ ખરીદી પર કોંગ્રેસેનો જે વિચાર હતો એ જ વિચાર હતો. એ જ વિચાર આજે પણ અમારો એ જ છે. આવનારા સમયમા આ મુદાઓને અમે ઉઠાવીશુ. સુપ્રીમ કોર્ટમાં દાખલ પીટીશનના મુદ્દા અમારા નથી. અમે હજુ પણ રાફેલ કૌભાંડ મુદ્દે સ્પષ્ટ છીએ.

   મહારાષ્ટ્રની રાજકિય સ્થીતિ પર રાજીવ સાતવે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી અને શીવસેના સંબધ એ ભારતીય જનતા પાર્ટીનો પહેલો કોઈ સંબધી પક્ષ હોઈ તો દેશમા તો એ શીવસેના છે. ૩૦ વર્ષનો જુનો સંબધ તુટી ગયો છે અને કેમ તુટી ગયો છે. એ શિવસેનાએ લોકોને કહ્યું છે. લોકોએ વિપક્ષ બેસવાનુ મેન્ડેડ આપ્યુ હતુ. પણ જે પરીસ્થીતિ ઉભી થઈ છે. જેમા કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને એનસીપી કોમન મીનીમમ પોગ્રામ બનાવી રહ્યા છે. જો પોગ્રામ બની જશે તો સાથે મળીને સરકાર બનાવીશું.

(7:53 pm IST)