Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

દિલ્હીમાં એર ઇમર્જન્સી જાહેર: AQI પ૦૦ને પાર : દિલ્હી -એનસીઆરનાં તમામ સ્કૂલ-કોલેજમાં રજા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના વિસ્તાર એક વાર ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયા છે. આ કારણે ત્યાં ફરી એક વાર એર ઇમર્જન્સી લગાવી દેવાઇ છે. પ્રદૂષણનું સ્તર એટલું વધ્યું છે કે લોકો માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે તેમજ શ્વાસ લેવામાં પણ ગૂંગળામણ અનુભવાઇ રહી છે.

નવી દિલ્હી અને એનસીઆરના વિસ્તાર એક વાર ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયા છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પ્રદૂષણનું સ્તર પ૦૦ને પાર થઇ ગયું છે ત્યારે દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ-કોલેજ ગુરુવાર અને શુક્રવારે બંધ રખાયાં છે

(7:48 pm IST)