Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગુગલે ખાનગી કંપનીને આપ્યો ૫ કરોડ લોકોનો ડેટા

અમેરિકન લોકોનો આરોગ્યવિષયક ડેટા અપાતા હોબાળો

નવી દિલ્હી : ગુગલે નાઇટીંગલ નામના એક ગુપ્ત પ્રોજેકટ હેઠળ પ કરોડ અમેરિકન નાગરીકોના આરોગ્ય વિષયક ડેટા ગુપ્તતા પુર્વક આોરગ્ય સેવાઓ આપતી કંપની એશંસને ટ્રાન્સફર કરી આપ્યા છે. આ ડેટાનો ઉપયોગ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા ઉત્પાદનો વેચતી કંપનીઓની જાહેરાત કરવામાં આવશે તેવો આક્ષેપ છે.

અસેશન અમેરીકાના ર૦ રાજયોમાં લગભગ ૧પ૦ હોસ્પીટલોનું સંચાલન કરે છે. કંપની દ્વારા સંચાલીત આ હોસ્પીટલોમાં ઇલાજ કરાવનારા દર્દીઓને ડેટા તેમને જાણ કર્યા વગર ગુગલ કલાઉડ પર અપલોડ કરી દેવાયો હતો. હવે આના કારણે આખા અમેરિકામાં હોબાળો ઉભો થયો છે.

જણાવી દઇએ કે ગુગલ અને અસેશન સાથે મળીને આરોગ્ય વિષયક સેવાઓમાં સુધારાના કહેવાતા દાવા સાથે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલા એક ટુલ બનાવવામાં લાગ્યુ છે. આ ગુપ્ત પ્રોજેકટનું નામ નાઇટીંગલ છે. ગોપનીયતાના ઉલ્લંઘનની આ મોટી ઘટનાનો ઘટસ્ફોટ પ્રોજેકટ સાથે સંકળાયેલા કર્મચારીઓએ જ કર્યો છે.

એક અનામી વ્હીસલ બ્લોઅરે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ડેલી મોશન પર એક વીડીયો પોસ્ટ કરીને નાઇટીંગલ સાથે સંકળાયેલી ફાઇલોનો ખુલાસો કર્યો હતો. અમેરિકન અખબાર વોલસ્ટ્રીટ જર્નલે આ ગુપ્ત યોજના પર રિપોર્ટ પ્રકાશીત કર્યો હતો. ટ્રાન્સફર કરવામાં આવેલ ડેટામાં નામ અને ચિકિત્સા ઇતિહાસ સામેલ છે અને અસેશન તેનો ઉપયોગ કરી શકે છે. વ્હીસલ બ્લોઅરે વીડીયોમાં કહયુ કે પરદા પાછળ ચાલી રહેલી ચીજો વિષે મારે બોલવુ જોઇએ. આ બાબતે આપણે છાના માના ન બેસી રહી શકીએ.

અસેશન દ્વારા મેળવવામાં આવેલ ડેટામાં દર્દી નામું નામ, ઉમર, જન્મતારીખ, મેડીકલ ઇતિહાસ, ટેસ્ટના રીપોર્ટ, સારવાર અને દવાઓની માહિતી છે. અમેરિકામાં દર્દીઓનો રેકોર્ડ સ્થાસ્થય સેવાઓ આપતી કંપનીઓને શેર કરવાની પરવાનગી છે પણ અંગત માહિતીનો ઉપયોગ કરવા બાબતે હોબાળો થયો છે.

(4:07 pm IST)