Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

નરેન્દ્રભાઇએ ટવીટ દ્વારા શ્રધ્ધાંજલી પાઠવી

દેશના પહેલા વડાપ્રધાન નહેરૂજીની આજે ૧૩૦મી જન્મજયંતિ : મનમોહનસિંહ- સોનીયા ગાંધી-પ્રણવમુખર્જી-હામિદ અંસારીએ શાંતિવન ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

  નવી દિલ્હીઃ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની આજે ૧૩૦મી જન્મજયંતી છે.  પીએમ મોદી સહિત પૂર્વ પીએમ મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શ્રદ્ઘાંજલિ આપી હતી.

 દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની જયંતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રદ્ઘાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂની જયંતિ પર તેમને શ્રદ્ઘાંજલિ.

 પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની જયંતિ પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ શાંતિવન જઇને દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂને શ્રદ્ઘાંજલિ આપી.

 મહારાષ્ટ્રમાં ભલે ન બની સરકાર પરંતુ રાતો-રાત બદલાઇ ગઇ આ ૪ ગામની કિસ્મત

 ક્રૂઝની મજા માણવા હવે ગોવા નહીં જવું પડે, મુંબઈથી દીવ સેવા શરૂ, આટલું છે ભાડું

 મહારાષ્ટ્રની રાજનીતિમાં હંમેશા આ નેતા રહ્યાં છે કિંગ મેકર, તેમના વિના સરકાર બનાવવી અઘરી

 કોંગ્રેસ પાર્ટી તરફથી પણ જવાહરલાલ નહેરૂને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી. કોંગ્રેસ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી જવાહર લાલ નેહરૂના વિચારોને ટ્વિટ કર્યાં.

(12:42 pm IST)