Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જમ્મુ કાશ્મીર - પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પડશે

પંજાબ-હરિયાણા-રાજસ્થાન - મધ્ય અને દક્ષિણ ભારતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ : પડશે : દિલ્હીવાસીઓને પ્રદૂષણયુકત હવાથી છૂટકારો મળવાનો નથી

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં એક સરકયુલેશન મધ્ય પાકિસ્તાન ઉપર છવાયેલુ છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. પંજાબના પશ્ચિમી જિલ્લાઓમાં એકાદ-બે સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હરિયાણામાં અમુક જગ્યાએ વાદળો છવાશે અને પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢમાં પણ વરસાદની સંભાવના છે.દિલ્હી એન.સી.આર. અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાતાવરણ શુસ્ક રહેશે. પરંતુ દિલ્હીવાસીઓને હજુ પ્રદુષણમુકત હવાથી છુટકારો મળવાનો નથી. મધ્ય ભારતના દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણી રાજસ્થાનમાં વરસાદ સાથે એકાદ બે સ્થળોએ કરા પડવાની શકયતા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શકયતા છે જયારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ વાતાવરણ સુકુ રહેશે.

દક્ષિણ ભારતમાં ચોમાસુ સક્રિય છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દક્ષિણ બાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શકયતા છે. કેરળ, દક્ષિણના કર્ણાટક અને રાયલસીમામાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ સંભવ છે. જયારે ચેન્નાઈ અને બેંગ્લુરૂમાં હળવો વરસશે. તેમજ હૈદ્રાબાદ સહિત તેલંગણામાં હવામાન સૂ કુ રહેશે.

(11:37 am IST)