Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હજી તો 5Gની મજા માણી નથી ત્યાં ચીને તૈયારી કરી 6Gની!

ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના ૫૦ શહેરોમાં 5G નેટવર્કની શરૂઆત કરી દીધી છે

બીજીંગ, તા.૧૪: ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈના ટેલિકોમ, ચાઈના યુનિકોમ કંપનીઓએ ત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંદ્યાઈ સહિતના ૫૦ શહેરોમાં 5G નેટવર્કની શરૂઆત કરી દીધી છે.

આ 5G ઈન્ટરનેટ પ્લાનના ૧ મહિના દીઠ ૧૨૮ યુઆન એટલે કે ૧,૨૯૦ રૂપિયા ચૂકવવાના આવે છે. ચીનમાં દુનિયાનું પહેલું 5G નેટવર્ક ઝેજિયાંગ પ્રાંતના વુઝેન શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. વુઝેન શહેરના ખૂણે ખૂણે 5G નેટવર્ક પહોંચાડવામાં આવ્યું છે. આ નેટવર્ક ૪ઞ્ના તુલનામાં ૧૦૦૦ ગણું વધું તેજ  છે. એટલું તેજ કે, ૮ ઞ્ગ્ના ફિલ્મ પણ ડાઉનલોડ કરવામાં ફકત છ સેકંડનો સમય લાગે છે.

એટલું જ નહીં, ચીનના સરકારી અધિકારીઓએ વુઝેન શહેરની પ્રસિદ્ઘ નહેરોની સફાઈ માટે પણ ૫ઞ્થી સ્વચાલિત નૌકાઓને પણ ચાલુ કરી દીધી છે. ઉપરાંત, ત્યાં ૫૦થી વધુ આવાં ઓટોમેટિક પ્રોજેકટ લાઈનમાં છે. જેમાં, સ્વચાલિત કાર તેમજ વર્ચુઅલ ફિટીંગ રૂમનો સમાવેશ છે. વુઝેનનો ચીની અર્થ 'ડાર્ક ટાઉન'છે,  જેની આબાદી ૧ લાખની છે. ચીની સરકારે અહીં જ વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.

ચીની સરકારે આ વર્ષના જૂન મહિનામાં જ 5G નેટવર્કને લીલી ઝંડી આપી દીધી હતી. ચીનના એમઆઈઆઈટીના મંત્રી મિયાઓ વેઈએ કહ્યું કે, 'અત્યારે 5G નેટવર્ક અંતર્ગત ફકત ચાઈના ટેલિકોમ, ચાઈના મોબાઈલ, ચાઈના યુનિકોમ તથા ચાઈના રેડિયો અને ટેલિવિઝન જ પોતાની સેવાઓ આપી રહ્યાં છે.'

હુઆવૈની મદદથી ચીનના શંદ્યાઈ શહેરનું હોંગકિયાઓ રેલ્વે સ્ટેશન પહેલું 5G રેલ્વે સ્ટેશન બની રહ્યું છે. જે આવતાં વર્ષની શરૂઆતમાં જ 5G નેટવર્ક વાપરતું થઈ જશે.

આ જ વર્ષના મે મહિનામાં 5G સ્માર્ટ મોલ ખોલવામાં આવ્યાં છે. જેમાં ફેસ રેકગ્નેશન કેમેરા, રોબોટ વગેરેનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીંના ૧૨ માળના લકઝરી એલ-મોલમાં તો 5G સંચાલિત ૩દૃક ચશ્મા દ્વારા મૂવી જોવાનો આનંદ લઈ શકાય છે.

5G નેટવર્ક સ્થાપીને ચીન અટકયું નથી. એનું લક્ષ્ય તો અમેરિકા તેમજ પશ્યિમી દેશોને પાછળ મૂકીને આગામી પેઢીની દૂરસંચાર ટેકનોલોજીનું વૈશ્વિક નેતૃત્વ કરવાનું છે.

જી પ્રણાલીની શરૂઆત ૧૯૮૦માં મોબાઈલ ફોન સેવા સાથે જ શરૂ થઈ. જેમાં, એનાલોગ ડેટાને ફોન કોલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવતું હતું. વર્ષ ૧૯૯૮માં ૨હ્વક નેટવર્ક આવ્યું. જેના થકી કોલ ઉપરાંત ટેકસ્ટ મેસેજની પણ આપ-લે થવા લાગી. તેમજ વર્ષ ૨૦૦૧માં ૩હ્વકના આવવાથી મોબાઈલ ફોનમાં જ ઈન્ટરનેટ એકસેસની સુવિધા પ્રાપ્ત થઈ ગઈ. વર્ષ ૨૦૦૮માં ૪હ્વકના આગમનથી ઈન્ટરનેટ ફાસ્ટ એકસેસ થવાથી ઓનલાઈન વિડીયો તેમજ ડેટા ઝડપથી ડાઉનલોડ થવામાં મદદ મળી.

ભારત પણ દુનિયાના દેશો સાથે હરણફાળ ભરવા તૈયાર છે. ભારતમાં ૫હ્વક નેટવર્ક લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયાં છે. TRAI વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં 5G સ્પેકટ્રમ માટેની લીલામી શરૂ કરી દેશે. બહુ જ જલ્દી દેશના એક લાખ ગામ પણ ડિજીટલ બની જશે. 5G સ્પેકટ્રમના ટેસ્ટિંગ માટેની તૈયારીઓ આવનારાં ૧૦૦ દિવસોમાં શરૂ કરી દેવાનું ભારતનું લક્ષ્ય છે.(૨૩.૮)

(10:32 am IST)