Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

JNU:વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ ઝૂકયુ પ્રશાસન, વધારેલી ફીમાં ઘટાડાની જાહેરાત

મુલાકાતીઓ માટે નો-સ્ટે, યુવકના રૂમમાં યુવતી કે યુવતીના રૂમમાં યુવકની નો-એન્ટ્રીની જોગવાઇ પણ હતીઃહોસ્ટેલના નિયમોનું પાલન ન કરનાર માટે ૧૦,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઇ હતી

નવી દિલ્હી, તા.૧૪:  JNUમાં હોસ્ટેલ ફીમાં વધારાના વિરોધ કરતા વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પ્રશાસને તેમાં ઘટાડો કરવાનો આદેશ કર્યો છે. પ્રશાસને જાહેરાત કરતા વિદ્યાર્થીઓને પ્રદર્શન પાછું ખેચવા માટે અપીલ કરી હતી. શિક્ષણ સચિવ આર. સુબ્રમણ્યમને બુધવારે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે, એકિઝકયૂટીવ કમિટીએ હોસ્ટેલ ફીમાં વધાપો અને અન્ય નિયમો સાથે જોડાયેલી ફીમાં વધારાને ઘટાડ્યો છે.

આ સિવાય તેમણે જણાવ્યું કે, કમિટીની બેઠકમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવા મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે ઉભી થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિને જોતા પ્રશાસને એકિઝકયૂટીવ કાઉન્સિલની બેઠક બોલાવી હતી. એકિઝકયૂટીવ કાઉન્સિલ JNUના સૌથી મોટી નિમાયક સંસ્થા છે. બીજી તરફ જેએનયૂના ટીચર્સ એસોસિએશનનો આરોપ હતો કે, આ બેઠકનું સ્થાન બદલવાની જાણકારી તેમને આપવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે, JNUના વિદ્યાર્થીઓએ સોમવારે ફી વધારાને કારણે પ્રદર્શન કર્યા હતા જયાં JNUના દીક્ષાંત સમારોહ ચાલી રહ્યો હતો.

વિદ્યાર્થીઓની માંગ હતી કે હોસ્ટેલ મેન્યુઅલના ડ્રાફટને પાછો ખેંચી લેવામાં આવે, જે મુજબ તેમના હોસ્ટેલ રુમનું ભાડૂ અનેક ગણુ વધારવામાં આવ્યું હતું. આ સિવાય મુલાકાતીઓ માટે રાત્રિના ૧૦.૩૦ કલાક પછી હોસ્ટેલમાંથી નિકળી જવાની જોગવાઇ હતી. યુવકોના રુમમાં કોઇ યુવતી કે યુવતીના રુમમાં કોઇ યુવકના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હોસ્ટેલના નિયમોનું પાલન ન કરનારને ૧૦ હજાર રુપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી હતી.

(9:53 am IST)