Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

૪ ઓઇલ એન્ડ ગેસ બ્લોક પણ છે

મર્કેટરે કોલસો-તેલ-ગેસ-કોમોડીટી-ડ્રેજિંગમાં વિવિધ બીઝનેસ શરૂ કર્યા

મુંબઇ, તા.૧૪: મર્કેટર એ કોલસો, ઓઈલ એન્ડ ગેસ, કોમોડિટી ટ્રાન્સપોર્ટેશન અને ડ્રેજિંગમાં વિવિધ પ્રકાર ના બીઝનેસ કર્યા છે.

જો કે, તેમની અર્નિંગ પોટેન્શિયલ મજબૂત છે. તેમના કલેમ અંદાજીત રૂ.૧૨૦૦ CR છે. અને રૂ.૧૫૦૦CR ના ડેબ્ટ પર કંપની વેલ્યુ આરામથી રહે છે.

EBITDA પોટેન્શિયલ રૂ.૫૦૦ CR  એક વર્ષ માટે. આ પોટેન્શિયલ સુધી પહોંચવા માટે ફકત ઓઈલના વ્યવસાયમાં રૂ. ૭૦-૮૦ કરોડના રોકાણની જરૂર છે.

DCI સામે મર્કેટરએ રૂ.૫૦ CR+ વ્યાજ માટે નિર્ણાયક જીત હાંસિલ કરીછે. હવે કોઈપણ સમયે પેમેન્ટ ડ્યુ થઇ શકે છે. કંપનીનો ઓએનજીસી સામે રૂ .૧૨૦૦ CR  નાદાવાનો છેલ્લો સ્ટેજ છે. કેટલાક ઇન્શ્યોરન્સ કલેમ પણ છે. રૂ.૧૫૦૦CR ના કુલ ડેબ્ટ સામે રૂ .૧૨૦૦ CR થી વધુની વસૂલાત થવા ની શકયતા છે.

ડેબ્ટ ના પુનર્ગઠન માટે કંપની ચર્ચામાં છે. એકવાર તે થઈ ગયા પછી સ્ટોક તેનો સાચી અર્નિંગ પોટેન્શિયલ દર્શાવવો જોઈએ અને મીનીમમ રૂ.૪૦૦ CR -૫૦૦CR  માર્કેટ કેપ પર ટ્રેડ કરી શકે છે.

મર્કેટર ગ્રુપની હાજરી બ્લોક ઓનરશીપ અને પ્રોજેકટ એકઝીકયુશન સર્વિસીસ દ્વારા અપસ્ટ્રીમ ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં છે. તેણે હાલમાં નાઇજીરીયાના પાણીમાં તૈનાત ફલોટિંગ પ્રોડકશન યુનિટ (એફપીયુ) બનાવ્યું હતું અને તેનું સંચાલન કર્યું હતું. એફપીયુ એ મોબાઇલ ઓફશોર પ્રોડકશન યુનિટ (MOPU) અને ફલોટિંગ સ્ટોરેજ એન્ડ ઓફલોડિંગ (એફએસઓ) શીપનું સંયોજન છે. એફપીયુ તાજેતરમાં જ ફીલ્ડ ઓપરેટરને વેચી દેવામાં આવી હતી .તેમની પાસે ચાર ઓઇલ એન્ડ ગેસ બ્લોક પણ છે - બે ભારતના કેમ્બે બેસિન (ગુજરાત) માં અને બે મ્યાનમારના ઓફશોર પાણીમાં. કેમ્બે બેસિન બ્લોકસ સીબી-૯ ના ૨ બ્લોક માં થી ૧ માંલાઈટસ્વીટ ક્રૂડ ઓઈલની શોધ કરવામાં આવી છે. મ્યાનમારના બંને બ્લોકસ પ્રારંભિક સંશોધન તબક્કામાં છે. વધુમાં, તે મોબાઇલ ઓફશોર ડ્રિલિંગ યુનિટ (MODU) ને MOPUમાં રૂપાંતરિત કરવા EPCIC (ઇપીસી ૅ ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ) પ્રોજેકટ પૂર્ણ કરવાના છેલ્લા તબક્કામાં છે. આ ડેવલોપમેન્ટ સાથે, કંપનીના નફામાં નોંધપાત્ર વધારો થશે.

મર્કેટર નો વાર્ષિક હાઈ શેર પ્રાઈઝ રૂ .૨૦ હતો જયારે હવે તે ફકત તેના રૂ .૧ ની ફેસવેલ્યુની આસપાસ છે અને તેની પ્રશંસાનો મોટો સ્કોપ છે.

(9:52 am IST)