Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભારતના ટ્રેડ કરી શકાય એવો સૌ પ્રથમ કૃષિ ફયુચર ઇન્ડેક્ષ (રિટર્ન બેઝ) શરૂ કરવા માટે NCDEX અને NSE ઇંડાયસીસ વચ્ચે કરાર

NCDEX AGRIDEX નામના આ ઇન્ડેક્ષમાં ૧૦ કોમોડિટીનું પ્રતિનિધિત્વ રહેશે. આ ૧૦ કોમોડિટી વાયદામાં તેની લિકવીડીટી તથા ભારત તથા વિશ્વમાં તેના મહત્વના આધારે નક્કી કરવામાં આવી છે

મુંબઇ, તા.૧૪: ભારતનાં અગ્રણી કૃષિ કોમો.ડિટી એકસચેન્જ NCDEX એ રોકાણકારોને કારોબારનો નવો વિકલ્પ આપવા માટે એક નવા અનોખા પ્રયાસ રૂપે રિટર્ન આધારિત કૃષિ ફયચર્સ ઇન્ડેક્ષ રજૂ કર્યો છે. દેશની અગ્રણી ઇન્ડેક્ષ સર્વિસ કંપની NSE ઇન્ડાયસીસ લિમીટેડ સાથે આ સંબંધે કરાર કરવામાં આવ્યા છે. જે રીયલ ટાઇમ એનસીડેકસ એગ્રિડેક્ષની કિંમત પ્રદર્શિત કરવાનું અને તેને અપડેટ કરવાનું કામ કરશે. 

આ વિશેષ પ્રકારનો ઇન્ડેક્ષ- એગ્રિડેક્ષ, NCDEX પર ટ્રેડ થતી ટોપ ૧૦ કોમોડિટીના પરર્ફોમન્સ પર નજર રાખશૈ અને તેના ભાવોમાં થતા ફેરફાર પ્રમાણેની અસર એગ્રિડેક્ષમાં જોવા મળશે. 

આ ભાગીદારીની જાહેરાત પ્રસંગે NCDEXના એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ-બિઝનેસ, કપિલ દેવે કહ્યું, 'NCDEX ભારતીય કષિ ક્ષેત્રે નવીન અને સર્જનાત્મક ફાયનાન્શ્યલ પ્રોડકટ ઓફર કરવામાં હંમેશા આગેવાન રહ્યું છે. NSE ઇન્ડાયસીસ કંપની સાથે ઇન્ડેક્ષ ટ્રેડિંગ માટે જોડાણ કરીને અમે એકદમ પ્રસન્નતા અનુભવીએ છીએ. ભારતીય કષિ પ્રણાલિને હાલમાં કષિ કારોબાર માટે પારદર્શી અને બેન્ચમાર્ક ભાવ મળતા રહે તે જરૂરી છે. આ એક બજારનું સપનું હતું જે આ બન્ને કંપનીઓ સાથે મળીને પુરૃં કરશૈ.

આગામી દિવસોમાં સેબીની મંજૂરી મળ્યા બાદ એનસીડેકસ એગ્રિડેક્ષ ઇન્ડેક્ષ ઉપર ટ્રેડીંગ કરી શકાય તેવા ફયુચર કોન્ટ્રેકટ શરૂ કરશે. સેબીની માર્ગદર્શિકા અનુસાર આ કોન્ટ્રેકટ કેશ સેટલ્ડ હશે. ઇન્ડેક્ષ આધારિત ફયુચર કોન્ટ્રેકટ હેજરોને તેમની કારોબારની પોઝીશન વધુ અસરકારક રીતે હેજ કરવાની તક તો આપશે જ ઉપરાંત બજારનાં વેપારીઓને ટ્રેડિંગ તથા આર્બિટ્રેજ કરવાની પણ તક પુરી પાડશે. આ ઇન્ડેક્ષ વિવિધ કોમોડિટીઓના બાસ્કેટનું પ્રતિનિધીત્વ કરતો હોવાથી કારોબારીઓના જોખમમાં ઘટાડો થશૈ. અને સરળતાથી ધારણા બાંધી શકાય તેવો હશે. એગ્રિડેક્ષ ઉપર થનારા ફયુચર્સના સોદાથી એકસચેન્જનાં કારોબારમાં પણ વધારો થશે.

આ પ્રસંગે NSE ઇન્ડાયસીસનાં CEO મુકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે NCDEX સાથે મળીને દેશનાં કષિ માળખાને એગ્રિડેક્ષનું રીયલ ટાઇમ કોમ્યુટેશન ઓફર કરવાની તક મળતા અમે હર્ષ અનુભવીએ છીએ, ભારતીય કેપિટલ માર્કેટમાં NSE ઇન્ડાયસીસ કંપની ઇન્ડેક્ષના કારોબારમાં મોખરાનું સ્થાન ધરાવે છૈ.  હવે આ નવા સાહસથી ઇન્ડેક્ષના કારોબારમાં અમે અગ્રક્રમે હોવાનું વધૂ એકવાર સાબિત થયું છે.

NCDEX AGRIDEX આધારિત વાયદાનાં કોન્ટ્રૈકટમાં માં થનારું ટ્રેડિંગ એનસીડેકસનાં કાયદા અને ધારાધોરણોને આધિન હશે. જે અંગે એકસચેન્જ કે બજાર નિયામક સેબી દ્વારા વખતોવખત સરકયુલરો અને જાહેરનામા રજૂ કરવામાં આવશે.

(9:51 am IST)