Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અમે લોકોની સૂચનાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધઃ ભારતની ચૂંટણીમાં પ્રમાણિકતાની ખાતરી કરવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીઅે: ડેટા લીક મામલે ભારત સરકારની નોટિસનો જવાબ આપતા ફેસબુકના પ્રવક્તા

ન્‍યુયોર્કઃ ફેસબુકે ડેટા લીક કેસમાં ભારત સરકારની નવી નોટિસ પર પોતાનો જવાબ આપ્યો છે. તેમણે જવાબમાં ફેસબુકે તે ફેરફારો વિશે જાણકારી આપી છે કે જે યુઝર્સના ડેટાને સલામત રાખવામાં મદદરૂપ થશે. ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની ભારત સરકારની આભારી છે કે તેઓએ ફેસબુકને તેમની વાત કરવા માટે તક આપી.

ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલા જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું કે અમે લોકોની સુચનાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. સાથે સાથે અમે ભારતની ચૂંટણીમાં પ્રમાણિકતાની ખાતરી કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે અમે જરૂરી પ્રશ્નોના જવાબો આપ્યા છે.

અમે યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે બદલાવ કર્યો છે. સાથે સાથે અમે ચૂંટણીમાં કોઇ પ્રકારની અડચણને બચાવવા પણ તૈયાર છીએ. અમે ફૅન્સ એકાઉન્ટ્સ, જાહેરાતમાં પારદર્શિતા વધારવા અને ફેક ન્યૂઝની ચિંતાને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, બ્રિટનના કેમેરિઝ ઍનલિટિકાએ અત્યાર સુધી સરકારને બીજી નોટિસનો ઔપચારીક રીતે જવાબ આપ્યો નથી.

સરકારે માર્ચના અંતમાં ફેસબુકને નોટિસ મોકલીને પૂછ્યુ હતુ કે શું ભારતીય મતદારો અને યુઝર્સના ડેટા કેમ્બ્રિજ ઍનાલિટિકા અથવા અન્ય કોઇ યુનિટે ઉપયોગ કર્યો. આ પ્રકારની નોટિસ કેમ્બ્રિજ ઍનલિટિકાને પણ મોકલવામાં આવી હતી.

બન્ને કંપનીઓના છેલ્લા જવાબથી સંતોષ ન થવા પર સરકારે ગયા મહિને તેમને નવી નોટિસ મોકલી હતી. બંને કંપનીઓ પાસેથી વધારાના પ્રશ્નો પર 10 મી સુધી જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આ પહેલાં આ જ મહિનામાં કેમ્બ્રિજ ઍનલિટિકાએ તેની વેબસાઈટ પર નિવેદનમાં કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી.

(5:26 pm IST)
  • ઈરાન સાથે પરમાણુ સંધિ ચાલુ રાખવા બ્રિટન પોતાના યુરોપિયન ભાગીદારો સાથે પ્રતિબદ્ધ :બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેં એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ફોનમાં વાતચીત :ડાઉન સ્ટ્રીટના પ્રવક્તાનો હવાલો ટાંકીને શિન્હુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે ફોનમાં વાતચીત દરમિયાન મેં એ કહ્યું કે તેઓ ઈરાન પરમાણુ સમજૂતી ને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે આ દરમિયાન તેણીએ અમેરિકા દ્વારા ઈરાન પર લગાવેલ પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો access_time 2:33 pm IST

  • સ્વીડન સરકાર આક્રમકઃ શુક્રવારે જ 'આઝાન' થશેઃ દરરોજ આઝાન નામંજૂરઃ આઝાન માટે ડેસીબલ પણ નક્કી કરાયાઃ સરકાર સ્પષ્ટ કહે છે કે, આઝાનની તુલના ચર્ચની ઘંટી સાથે ન થઇ શકેઃ વડાપ્રધાન સ્ટેફાન લોફવેનના સંદેશ - ધર્મને બદલે શિક્ષણ-રોજગારીમાં ધ્યાન કેન્દ્રિત કરો access_time 11:31 am IST

  • ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધારે એક વિવાદિત નિવેદન આપીને સરકાર માટે નવી સમસ્યા પેદા કરી દીધી છે. સ્વામીએ કહ્યું કે, મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજો ઘટાડવો જોઇએ. દેશમાં ઉચ્ચ આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરા નાબુદ કરવાની પહેલ મોદી સરકારે કરવી જોઇએ. સ્વામીએ કહ્યું કે, ઉદ્યોગની શરૂઆતનાં સમયમાં જ ટેક્સની જે પ્રક્રિયા છે તે યુવા ઉદ્યોગપતિઓ માટે ખુબ જ પિડા દાયક છે. યુવા ઉદ્યોગપતિઓને આ સરકારી કનડગત અટકાવવી જોઇએ. access_time 12:13 am IST