મુખ્ય સમાચાર
News of Saturday, 12th May 2018

અમે લોકોની સૂચનાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધઃ ભારતની ચૂંટણીમાં પ્રમાણિકતાની ખાતરી કરવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીઅે: ડેટા લીક મામલે ભારત સરકારની નોટિસનો જવાબ આપતા ફેસબુકના પ્રવક્તા

ન્‍યુયોર્કઃ ફેસબુકે ડેટા લીક કેસમાં ભારત સરકારની નવી નોટિસ પર પોતાનો જવાબ આપ્યો છે. તેમણે જવાબમાં ફેસબુકે તે ફેરફારો વિશે જાણકારી આપી છે કે જે યુઝર્સના ડેટાને સલામત રાખવામાં મદદરૂપ થશે. ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની ભારત સરકારની આભારી છે કે તેઓએ ફેસબુકને તેમની વાત કરવા માટે તક આપી.

ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલા જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું કે અમે લોકોની સુચનાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. સાથે સાથે અમે ભારતની ચૂંટણીમાં પ્રમાણિકતાની ખાતરી કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે અમે જરૂરી પ્રશ્નોના જવાબો આપ્યા છે.

અમે યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે બદલાવ કર્યો છે. સાથે સાથે અમે ચૂંટણીમાં કોઇ પ્રકારની અડચણને બચાવવા પણ તૈયાર છીએ. અમે ફૅન્સ એકાઉન્ટ્સ, જાહેરાતમાં પારદર્શિતા વધારવા અને ફેક ન્યૂઝની ચિંતાને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, બ્રિટનના કેમેરિઝ ઍનલિટિકાએ અત્યાર સુધી સરકારને બીજી નોટિસનો ઔપચારીક રીતે જવાબ આપ્યો નથી.

સરકારે માર્ચના અંતમાં ફેસબુકને નોટિસ મોકલીને પૂછ્યુ હતુ કે શું ભારતીય મતદારો અને યુઝર્સના ડેટા કેમ્બ્રિજ ઍનાલિટિકા અથવા અન્ય કોઇ યુનિટે ઉપયોગ કર્યો. આ પ્રકારની નોટિસ કેમ્બ્રિજ ઍનલિટિકાને પણ મોકલવામાં આવી હતી.

બન્ને કંપનીઓના છેલ્લા જવાબથી સંતોષ ન થવા પર સરકારે ગયા મહિને તેમને નવી નોટિસ મોકલી હતી. બંને કંપનીઓ પાસેથી વધારાના પ્રશ્નો પર 10 મી સુધી જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આ પહેલાં આ જ મહિનામાં કેમ્બ્રિજ ઍનલિટિકાએ તેની વેબસાઈટ પર નિવેદનમાં કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી.

(5:26 pm IST)