Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજકોટમાં કોરોનાનો કુલ આંક 1800 ને પાર: સાંજે 5 સુધી માં વધુ 26 રિપોર્ટ પોઝિટિવ સાથે આજના કુલ 61 કેસ

રાજકોટ : શહેરમાં સાંજે 26 રિપોર્ટ પોઝિટિવ આવતા બપોરનાં 35 સહિત આજનાં કુલ 61 કેસ સાથે આજદિન સુધીનો કુલ આંક 1817એ પહોંચ્યો છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૬  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. કુલ કેસ  ૧૮૧૭ થયા છે. આજે 35 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ સારવાર હેઠળ  ૭૭૬ છે.

(8:08 pm IST)