Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

હિન્દી ભાષાના રાજકારણને લીધે અનેક સાઉથ ઇન્ડિયન આગેવાનોને અન્યાય થઇ રહ્યો છે : કરુણાનિધિ ,કામરાજ નાદર સહિતના આગેવાનો વડાપ્રધાન ન બની શક્યા : ડી.એમ.કે. સંસદ કનિમોઝી નું પણ સીઆઈએસએફ અધિકારીએ અપમાન કર્યું : કર્ણાટકના પૂર્વ ચીફ મિનિસ્ટર કુમારસ્વામીની રાવ

બેંગ્લુરુ : તાજેતરમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાના પુત્ર કુમારસ્વામીએ ટવીટરના માધ્યમથી જણાવ્યું હતું કે હિન્દી ભાષાના રાજકારણને લીધે અનેક સાઉથ ઇન્ડિયન આગેવાનોને અન્યાય થઇ રહ્યો છે.જે મુજબ કરુણાનિધિ ,કામરાજ નાદર સહિતના આગેવાનો વડાપ્રધાન ન બની શક્યા .
ડી.એમ.કે. સંસદ કનિમોઝી અંગે બોલતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેણીએ સીઆઈએસએફ અધિકારીને તમિલ અથવા અંગ્રેજીમાં વાત કરવાની વિનંતી કરી,ત્યારે આ અધિકારીએ તેમના ભારતીય હોવા અંગે સવાલ ઉઠાવ્યો હતો.જે તેમનું અપમાન કરાયા સમાન ઘટના છે.
તેમણે આક્ષેપ કર્યો હતો  કે ભારતમાં અને વિદેશોમાં હિન્દીને લોકપ્રિય બનાવવા માટે “ગુપ્ત” કવરેજમાં કાર્યરત  છે પરંતુ તે  જુદી જુદી પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપતું નથી.

(7:47 pm IST)