Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

૧૫ ઓગસ્ટથી એનઆરસી, સીએએનું આંદોલન શરૂ થશે

તૈયારીઓ શરૂ કરવામાં આવી : કોરોના વાયરસને કારણે રોકાયેલો સીએએ-એનઆરસી પ્રોટેસ્ટને ફરીથી શરુ કરવા માટેની કવાયત ઝડપી બની

નવી દિલ્હી, તા.૧૦ : કોરોના વાયરસને કારણે રોકાયેલો સીએએ અને એનઆરસી પ્રોટેસ્ટને ફરીથી શરુ કરવાની કવાયદ ઝડપી બની રહી છે. કારણસર સુપ્રીમ કોર્ટના વકીલ મહમૂદ પ્રાચા શનિવારે અલીગઢ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે સીએએ અને એનઆરસીની વિરુદ્ધ આંદોલનની ધાર ફરીથી ઝડપી કરવાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મહમુદ પ્રાચાએ કહ્યું કે ભારત સરકાર અનલોક સ્ટેજના ઘણા એડવાન્સ સ્ટેજ પર પહોંચી છે. દરેક પ્રકારની ગતિવિધીઓને સરકાર પરવાનગી આપી રહ્યું છે. એવામાં ૧૫ ઓગસ્ટથી ફરુ પ્રોટેસ્ટ શરુ થઈ શકે છે. મહમૂદ પ્રાચાએ સીએએ અને એનઆરસી વિશે જાણકારી આપતા જણાવ્યું કે અલીગઢમાંથી તેમને નિમંત્રણ અને ડિમાન્ડ આવી રહી છે કે તેઓ અહીં આવે, કેમ કે સંવિધાન બચાવવાનું જે આંદોલન ચાલી રહ્યુ હતુ તેને કોરોનાને કારણે રોકવું પડ્યું હતુ.

             હવે કોરોના વાયરસની અનલોકની પ્રક્રિયા ઘણા એડવાન્સ સ્ટેજ પર પહોંચ્યા છીએ. ભારત સરકારે અનલોક ગાઈડલાઈન જાહેર થઈ રહી છે. તે અંતર્ગત અનેક પ્રકારની ગતિવિધીઓ શરુ થઈ ગઈ છેજેથી આંદોલન ફરી શરુ કરી શકાય છે. બીજુ કારણ પણ છે કે મોહરમ માટે મુસ્લિમ સમુદાયમાં ધાર્મિક ગતિવિધીઓ કેવી રીચે કાયદાના ઘેરામાં રહીને પુરુ કરી શકાય તે અંગે તમામ લોકોને જણાવવામાં આવી રહ્યુ છે. જો તેમને કોઈ ખોટી રીતે પ્રતાડિત કરે તો તેઓ કેવી રીતે બચી શકે છે તે તમામ બાબતો તેમને સમજાવવામાં આવી રહી છે. સાથે તમામ લોકોને ખબર છે કે સુપ્રીમ કોર્ટે જગન્નાથપુરીમાં પરવાનગી આપી રથયાત્રા કાઢી હતી. સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી કે તે બાકીના ધર્મ સમુદાયોની ગતિવિધી માટે લાગુ થઈ શકે છે. અને ૧૫ ઓગસ્ટની આસપાસ ફરીથી સંવિધાન બયાવો આંદોલન શરુ થશે.

(7:41 pm IST)