Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

બેંક-નાણાંકીય શેરોમાં તેજી, સેન્સેક્સ ૧૪૨ પોઈન્ટ અપ

શેરબજારમાં તેજીનો માહોલ જળવાયો : સેન્સેક્સ ૩૮૧૮૨ ઉપર, નિફ્ટી ૬૧ પોઈન્ટ ઉછળીને ૧૧૨૭૪ના સ્તરે બંધ, રુપિયા ડોલર સામે ૩ પૈસા વધ્યો

મુંબઈ, તા. ૧૦ : સ્થાનિક શેરબજારમાં મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સારી તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં દિવસ દરમિયાન કારોબારમાં ઉછાળો જોવા મળ્યો. આજે ફાર્મા શેરોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. બેંક અને નાણાકીય શેરોમાં પણ તેજી જોવા મળી છે. માર્કેટમાં લગભગ દરેક ક્ષેત્રમાં ખરીદી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ લગભગ ૧૪૨ પોઇન્ટ વધીને ૩૮,૧૮૨.૦૮ ના સ્તરે બંધ રહ્યો છે. તો નિફ્ટી પણ ૬૧ પોઇન્ટની મજબૂતી સાથે ૧૧,૨૭૪.૭૦ ના સ્તરે બંધ રહ્યો છે. આજે મહિન્દ્રા અને મહિન્દ્રા ટકાઉપર છે. તો એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર રહ્યો છે. વૈશ્વિક સંકેતો વિશે વાત કરીએ તો ડાઉ જોન્સ શુક્રવારે ૪૭ પોઇન્ટ વધ્યા હતા. તો આજે એશિયન બજારોમાં નબળાઇ જોવા મળી. આજના કારોબારમાં સેન્સેક્સ ૩૦ના ૧૮ શેરોમાં વધારો છે.

         એમ એન્ડ એમ, એલ એન્ડ ટી, સન ફાર્મા, એનટીપીસી, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેક્ન ટોચના લાભ મેળવનારામાં સામેલ છે. તો એશિયન પેઇન્ટ્સ, મારુતિ, આરઆઈએલ, બજાજ ફિનસવર, બજાજ ફાઇનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ આજના ટોચના ઘટાડામાં છે. બધા ૧૧ નિફ્ટીમાં ટોપ ૧૧ ઈન્ડેક્સમાં રહ્યા છે. ફાર્મા ઈન્ડેક્સ ટકા વધીને બંધ થયો છે. ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં લગભગ ટકાનો અને બેંક ઈન્ડેક્સમાં આશરે .૮૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. રિયલ્ટીમાં પણ . ટકાનો વધારો થયો છે. ઓટો, આઇટી, મેટલ અને એફએમસીજી બધામાં તેજી જોવા મળી રહી છે. સોમવારે સ્થાનિક બજારના સકારાત્મક વલણને કારણે આંતર-બેંક વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ત્રણ પૈસા વધીને ૭૪.૯૦ પર બંધ રહ્યો છે. આંતર-બેંક વિદેશી વિનિમય બજારમાં કારોબારની શરૂઆતમાં ડોલરની સામે રૂપિયો  ૭૪.૯૬ રૂપિયાના સ્તરે નબળો ખૂલ્યો હતો અને ટૂંક સમયમાં સુધરીને મજબૂત થઈ ગયો.

          અંતે, તે પાછલા દિવસના બંધ ભાવ કરતા ત્રણ પૈસા વધીને. ૭૪.૯૦ પર બંધ રહ્યો હતો. પહેલા શુક્રવારે ડોલર-રૂપિયાનો વિનિમય દર ૭૪..૯૩ રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો. વિદેશી વિનિમય વેપારીઓના જણાવ્યા મુજબ રૂપિયો મર્યાદિત રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. સ્થાનિક શેરબજારમાં સકારાત્મક વલણ અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે, જ્યારે અન્ય ચલણો સામે ડોલર મજબૂત થવા અને ક્રૂડતેલના વધતા ભાવને કારણે રૂપિયો દબાણ હેઠળ છે. વિશ્વની મોટી કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવનાર ડોલર ઈન્ડેક્સ .૧૭ ટકા વધીને ૯૩.૫૯ પોઇન્ટ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો .૧૦ ટકા વધીને ૪૪.૮૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. દરમિયાન, વિશ્વમાં કોવિડ -૧૯ ના સંક્રમણના કેસ કરોડની નજીક પહોંચી ગયા છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા ૨૨ લાખ થઈ ગઈ છે.

(7:38 pm IST)