Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુશાંતસિંહ રાજપૂત કેસઃ રિયાએ ઘણી જગ્‍યાએ કરેલુ રોકાણ તેની કમાણીથી વધુઃ ઇડી દ્વારા તપાસનો ધમધમાટ

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલામાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પહેલા શુક્રવારે અને પછી આજે સોમવારે રિયા, તેના ભાઈ અને પિતા તથા મેનેજરની પૂછપરછ કરી છે. એક તરફ જ્યારે ઈડી રિયાના બધા ટ્રાન્ઝેક્શન પર નજર રાખી રહી છે. આ વચ્ચે રિયા ચક્રવર્તીના આવકવેરા રિટર્ન્સની ડિટેલ સામે આવી છે. તેના દ્વારા ઘણી વાત સામે આવી છે.

2017-18, 2018-19 નાણાકીય વર્ષમાં ITRમાં રિયા ચક્રવર્તીની કમાણીમાં અચાનક વધારો થયો, પરંતુ સોર્સ ખબર નથી.

હવે ઈડી આ સોર્સ ઓફ ઇનકમની તપાસ કરી રહી છે, રિયાએ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. જે તેની કમાણીથી વધુ જોવા મળી રહ્યું છે.

નાણાકીય વર્ષ 2017-18મા રિયાની કમાણી આશરે 18 લાખ હતી (આ ટેક્સ કાપથી અલગ છે)

નાણાકીય વર્ષ 2018-19મા પણ રિયાએ ITRમા 18 લાખ રૂપિયાની કમાણી દેખાડી છે.

2018થી 2019 વચ્ચે રિયાની ફિક્સ એસેટ 96 હજારથી વધીને 9 લાખ સુધી પહોંચી ગઈ.

એટલું જ નહીં રિયા કેટલીક કંપનીઓમાં શેર હોલ્ડર પણ છે. ઈડી તેની પણ તપાસ કરી રહી છે કે રિયાએ 2017-18મા 34 લાખ રૂપિયાના શેર ક્યાંથી ખરીદ્યા, જ્યારે કમાણી 18 લાખ હતી.

રિયાનું શેર હોલ્ડર ફંડ 2017-18મા 34 લાખથી 2018-2019મા 42 લાખ સુધી પહોંચ્યું.

આ સિવાય HDFC બેન્ક, ICICI બેન્કમાં એફડીની તપાસ થઈ રહી છે.

ITRમા 2017-2019 વચ્ચે કોઈ મોટા ટ્રાન્ઝેક્શનની જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. આ સિવાય અન્ય લેણ-દેણનીવાત કરવામાં આવી હતી. ત્યારબાદથી ઈડી આ મામલામાં ઝડપથી પૂછપરછ કરી રહ્યું છે.

ઈડી રિયા સિવાય તેના પરિવારના સભ્યો અને મેનેજર સાથે વાત કરી રહ્યું છે. પરંતુ શુક્રવારે પૂછપરછમાં રિયાએ સુશાંતના ખાતામાંથી પૈસા કાઢવાની વાતને નકારી હતી. ઈડીએ રિયાની આઠ કલાક અને તેના ભાઈની 12 કલાક પૂછપરછ કરી હતી.

તમને જણાવી દઈએ કે ઈડી સિવાય હવે આ મામલામાં સીબીઆઈની એન્ટ્રી પણ થઈ ચુકી છે. કેન્દ્ર સરકારે બીસીસીઆઈને તેની તપાસની મંજૂરી આપી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે આ કેસ રાજ્ય પોલીસની પાસે છે, સીબીઆઈને ટ્રાન્સફર થયો નથી.

(4:46 pm IST)