Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

લોકડાઉન ખુલવાની સાથે માદક પદાર્થોનો પણ વધતો ધંધો

જૂન-જુલાઇમાં ૩૪૯૦ કિલો ડ્રગ્સ પકડાયુ : ઓરિસ્સામાં ડુંગળીના ટ્રકમાંથી પકડાઇ ૫૦ લાખની ભાંગ

નવી દિલ્હી : લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં અર્થતંત્ર ધીમે-ધીમે સામાન્ય થઇ રહ્યું છે, પણ તેની સાથે-સાથે દેશમાં માદક પદાર્થોનો ધંધો પણ ઝડપભેર ફૂલી ફાલી રહ્યો છે. પંજાબના યુવાઓ નશાની લતથી બરબાદ થઇ ચુકયો છે. અનલોક પછી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરીમાં તેજી આવી છે.

આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં નાર્કોટીકસ ડીપાર્ટમેન્ટ ૬૦૯૨ કિલો નશીલા પદાર્થો ઝડપી લીધા છે. જેની કિંમત લગભગ ૩.૦૪ કરોડ રૂપિયા છે. તેમાં પણ સૌથી વધારે હેરાફેરી જુન અને જુલાઇ એ બે મહિનામાં થઇ છે. આ બે મહિનામાં ૩૪૯૦ કિલો ડ્રગ્સ પકડાયુ હતું. જેની કિંમત ૧.૮૯ કરોડ રૂપિયા છે. દેશમાં આ વર્ષના શરૂઆતના પાંચ મહિનાઓમાં ૪૬૨ કિલો ડ્રગ્સ પકડાયું હતું. જ્યારે  એપ્રિલમાં તો ડ્રગ બિલકુલ નહોતું પકડાયું કેમકે ત્યારે લોકડાઉન હતું.

બે દિવસ પહેલા જ ઓરિસ્સાના ગજપતિ જીલ્લામાં એજન્સીઓએ ડુંગળીના એક ટ્રકની તલાશી લીધી તો ડુંગળીના કોથળામાંથી ૧૦૬૫ કિલો ભાંગ પકડાઇ હતી જેની કિંમત ૫૦ લાખ રૂપિયા છે.

(3:36 pm IST)