Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દિલ્હીમાં પૂરપાટ ઝડપે દોડતી કારે પોલીસની પેટ્રોલીંગ ગાડીને અડફેટે લેતા હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ : હચમચાવતી તસવીરો

નવી દિલ્હી,તા.૧૦ : દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર રવિવારે મોડી રાતે માંતેલા સાંઢની જેમ દોડતી કારે દિલ્હી પોલીસની એક ગાડીને અડફેટે લીધી જેમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. કારે દિલ્હી પોલીસની પેટ્રોલિંગ ગાડીને ભયંકર ટક્કર મારતા ગાડીમાં રહેલા દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વજીર સિંહનું મોત થયું હતું.

આ ઘટના રવિવારે રાતે લગભગ ૧.૩૦ વાગે ઘટી, જયારે દિલ્હી યુનિવર્સિટીની ખાલસા કોલેજ પાસે એક પૂરપાટ ઝડપે દોડતી હોન્ડા સિટી કારે દિલ્હી પોલીસની ગાડીને ઉડાવી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસની ગાડી પણ પલટી ગઈ અને ગાડીની અંદર બેઠેલો હેડ કોન્સ્ટેબલ તેમાં ફસાઈ ગયો. ખુબ મથામણ બાદ ઘાયલ પોલીસકર્મીને ગાડીની બહાર કાઢી શકાયો.કોન્સ્ટેબલને ગંભીર ઈજા થઈ હતી. આથી તેને તાત્કાલિક દિલ્હી ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યો. જયાં આજે સોમવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માતમાં અમિત નામનો અન્ય એક કોન્સ્ટેબલ ઘાયલ થયો છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

(3:36 pm IST)