Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોરોનાના એકટીવ કેસમાં ઘટાડો

ગુડ ન્યુઝ...હવે રિકવરી રેટ લગભગ ૭૦%

નવી દિલ્હી તા. ૧૦: દેશમાં કોરોનાના કેસ એક બાજુ તેજીથી વધી રહ્યા છે. તો બીજી બાજુ દેશમાં અત્યાર સુધીમાં અંદાજે ૭૦ ટકા રિકવરી રેટની સાથે કોરોના સંક્રમણથી રિકવરીનો આંકડો ૧પ લાખને પાર કરી ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં પ૪,ર૮૯ લોકો સંક્રમણમુકત થયા છે. જે એક દિવસમાં કોરોનાનો રેકોર્ડ છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના સંક્રમણના એકટિવ કેસની સંખ્યા ૬,૩૪,૯૪પની સરખામણીએ અંદાજે ૯ લાખથી વધુ એટલે કે કુલ ૧પ લાખ લોકો દેશમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા છે તેની સાથે જ દેશભરમાં હવે કોરોનાના નવા કેસનાં પણ ઉછાળો આવ્યો છે.

ભારતમાં કોરોના સંક્રમણથી મૃત્યુની સંખ્યા વધીને ૪૪,૩૮૬ થઇ છે. છેલ્લા ર૪ કલાકમાં જ ૧૦૦૦ થી વધુ લોકોના મોત આ મહામારીથી દેશમાં થઇ ચુકયા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૬ર,૦૬૪ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જયારે ૧૦૦૭ના મોત થયા છે.

તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને રર,૧પ,૦૭પ થઇ છે. તેમાં એકિટવ દર્દીની સંખ્યા ૬,૩૪,૯૪પ છે. જયારે ૧પ લાખથી વધુ દર્દી સ્વસ્થ થયા છે. કોરોનાથી થતા લોકોની સંખ્યા હવે વધીને ૧પ,૩પ,૭૪૪ થઇ છે.

બીજી બાજુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જણાવ્યું છે કે દેશમાં કોરોનાના અત્યાર સુધી ર,૪પ,૮૩,પપ૮ ટેસ્ટ થયા છે આ આંકડા ૯ ઓગસ્ટ સુધીના છે. તેમાં ૯ ઓગસ્ટના રોજ ૪,૭૭,૦ર૩ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

(3:34 pm IST)