Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પ વર્ષથી ઓછી નોકરી હોય તો પણ ગ્રેચ્યુઇટી મળશે

સરકાર નિયમો બદલવાની તૈયારીમાં

નવી દિલ્હી તા. ૧૦: કોઇ એક નોકરીમાં પ વર્ષ અથવા તેનાથી વધુ સમય સુધી ટકવા પર જ હાલમાં ગ્રેચ્યુટીનો ફાયદો કર્મચારીઓને મળે છે. એવામાં ત્રણ અથવા ફરી ૪ વર્ષ સુધી નોકરી કર્યા બાદ પણ લોકો ગ્રેચ્યુટીથી વંચિત રહી જાય છે પરંતુ હવે સરકાર નિયમમાં બદલવાવની તૈયારી કરી રહી છે અને ઓછા સમયની નોકરી પર પણ ગ્રેચ્યુટી આપવામાં આવશે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ નોકરીમાં અસુરક્ષા તેમજ અન્ય કારણોના લીધે તેજીથી નોકરી બદલી રહ્યા છે.

એવામાં ગ્રેચ્યુટી માટે પ વર્ષનો નિયમ વ્યવહારિક કહી શકાય નહિં રીપોર્ટમાં સરકારી અધિકારીઓના હવાલાથી કહ્યું કે લાંબા સમયથી ગ્રેચ્યુટીનો ટાઇમ લિમિટને ઓછા કરવાની માંગ કરવા જઇ રહી છે. સરકારે હાલમાં તેના પર વિચાર કરી રહી છે અને સમયમાં ઘટાડો કરાશે.

સુત્રોના જણાવ્યા મુજબ શ્રમ મામલાના સંસદીય સ્થાયી સમિતિને પણ ગ્રેચ્યુટી ટાઇમલિમિટને ઓછો કરવાની અપીલ કરી છે નવા તૈયાર થઇ રહેલા સોશ્યલ સિકયોરીટી કોડમાં તેને સામેલ કરવામાં આવશે. લેબર માર્કેટના જાણકારોનું માનવું છે કે, ગ્રેચ્યુટી માટે પ વર્ષનો સમય ખુબજ ઓછો છે અને તેનાથી કર્મચારીઓના હિતોને પૂર્ણ કરી શકાય નહિં.

(3:33 pm IST)