Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પ્રણવ મુખર્જીને કોરોના

ટ્વિટ કરીને જણાવ્યું કે, હોસ્પિટલમાં અન્ય તપાસ માટે ગયા હતા જ્યાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

નવી દિલ્હી તા. ૧૦ : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સોમવાર બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હોસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જયાં મારો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ગયા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઈ જાય.

નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીની ઉંમર ૮૪ વર્ષ છે, એવામાં વધતી ઉંમરના કારણે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

(3:32 pm IST)