Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઉત્તર કેરોલીનમાં જોરદાર ભૂકંપનો આંચકો : 5,1ની તીવ્રતા નોંધાઈ : કેટલીક ઈમારતોને નુકશાન : રસ્તામાં તિરાડ પડી

જો કે આંચકાથી કોઈને ઈજા પહોંચ્યા હોવાના અહેવાલ નથી

ઉત્તર કેરોલિનામાં જોરદાર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ 9 ઓગસ્ટે સવારે 5.1 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 5.1 નોંધાઇ છે. જો કે આંચકાથી કોઈને ઈજા પહોંચ્યા હોવાના અહેવાલ નથી , પરંતુ સ્પાર્ટામાં આવેલી ઇમારતોને થોડું નુકસાન થયું છે. રસ્તા પર તિરાડો પડી ગઈ છે

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ છેલ્લા 100 વર્ષોમાં સૌથી ઝડપી ભુકંપ છે. ભૂકંપના ચિત્રો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે , જેમાં જોઇ શકાય છે કે સુપર સ્ટોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

(12:30 pm IST)