Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

એશિયાઇ સિંહોની રાજધાની ગીરને નેશનલ પાર્ક જાહેર કરવાનો ૪૦ વર્ષ જૂનો સરકારી ઇરાદો બર લાવવાનો સમય પાકી ગયો

આજે ૧૦મી ઓગષ્ટ 'વિશ્વ સિંહ દિવસ' : આપણા વૈભવી વારસાની વધુ અસરકારક માવજત જરૂરી : કોરોના જેવુ અજાણ્યુ સંક્રમણ સિંહોના મોત માટે જવાબદાર બની રહ્યાની શંકા વચ્ચે ઉંડુ સંશોધન-પરીક્ષણ-પરીણામ જરૂરી : જાન્યુઆરીથી મે સુધીના પાંચ મહિનામાં જ ૮૫ સિંહો ટપોટપ મર્યા છે : ૪૪ બબેસીઓસીસ વાયરસનો ભોગ બન્યા છે અને બાકીના કુદરતી મોતને ભેટ્યા છે : ગ્રેટર ગીરના ૧૦૦થી વધુ સિંહોને સાચવવાની બરડા ડુંગર વિસ્તારમાં ક્ષમતા છે ત્યારે અમુક સિંહ પરિવારોને બરડામાં સ્થળાંતરીત કરવા જરૂરી : બબેસીઓસીસ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની અસરકારક રસી નથી ત્યારે સિંહોને મરતા બચાવવા સતત મોનીટરીંગ જરૂરી : આમ થવાથી બિમારીની શરૂઆતમાં જ સારવાર શરૂ થવાથી મૃત્યુદર ઘટાડી શકાશે : એસીએફ, આરએફઓ સહિતની વહીવટી કેડર અને ફોરેસ્ટર ગાર્ડ ટ્રેકર સહિતની ફિલ્ડ કેડરમાં ખાલી પ૦ ટકાથી વધુ જગ્યા ભરવી જરૂરી : ૧૦મી ઓગષ્ટે સિંહ દિવસ પત્યો એટલે સિંહો પરત્વેની જાણકારી, જવાબદારી ખંખેરવાના બદલે 'કાયમ સિંહ દિવસ' સરકારી તંત્ર, વિશ્લેષકો અને પર્યાવરણવિદે મનાવે તે જરૂરી : કેનાઇન જરખ, નોળીયા, શિયાળ, કુતરાથી સિંહોમાં ફેલાય છે જ્યારે બબેસીઓસીસ ઇતડીથી ફેલાતો રોગ છે : કેનાઇન ડિસ્ટેમ્પર અને બબેસીઓસીસ વાયરસ સિંહોના મોત માટે આજ સુધી જવાબદાર બન્યા છે : આ વખતે કેનાઇન નથી તો બીજો કોઇ રોગ ? : સવાસો વર્ષ પહેલા ૬૦ જેટલી સિંહોની સંખ્યા આજે ૬૭૪થી ઉપર પહોંચી છે : નેશનલ પાર્ક જાહેર કરવાથી માનવરહિત વિસ્તારમાં સિંહો વધુ સુરક્ષિત રીતે મહાલી શકશે

જંગલના રાજા ગણાતા સિંહ એક સમયે આફ્રિકા, યુરોપ અને એશિયાના અનેક દેશોમાં વસતા હતા. કાળક્રમે જંગલો કપાતા ગયા, અંધાધૂંધ ટ્રોફી હંટિન્ગ તેમજ શિકારને કારણે સિંહો આફ્રિકાના અમુક દેશોમાં અને ભારતના ગુજરાત રાજયમાં કાઠિયાવાડ/સૌરાષ્ટ્રમાં જ બચી ગયા છે. આપણા દેશમાં ધીમે ધીમે સિંહની સંખ્યામાં વધારો થતો જાય છે, જયારે આફ્રિકાના ૫૪ દેશોમાંથી હાલ માત્ર ૨૬ દેશમાં જ સિંહ જોવા મળે છે. હજુ થોડા દાયકા અગાઉ ૫૦,૦૦૦ થી વધુ આફ્રિકન સિંહ હતા, તે એક અંદાજ મુજબ અત્યારે ૨૦,૦૦૦ આસપાસ જ છે.

વિશ્વમાં ઝડપથી ઘટતા જતા સિંહોને બચાવવા માટે નેશનલ જિઓગ્રાફિક સોસાયટી અને બિગ કેટ રેસ્કયુ સંસ્થાઓએ સાથે મળીને સન ૨૦૧૩ થી તારીખ ૧૦ મી ઓગસ્ટ ને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. હાલ અનેક દેશોમાં દર વર્ષે ૧૦ મી ઓગસ્ટ ના દિવસે સિંહનું મહત્વ સમજાવીને, તેના વિશે  જાગૃતિ ફેલાવીને, સંરક્ષણ માટે ભંડોળ એકઠું કરીને, વિગેરે પ્રવૃત્ત્િ।થી ઉજવણી કરવામાં આવેછે. સિંહને આંતર રાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ આપવાના આ એક આવકારદાયક યોગદાન નું શ્રેય અમેરિકાના ફ્લોરિડા રાજયના ટેમ્પા શહેરમાં આવેલ બિગ કેટ રેસ્કયુ ના સ્થાપક ડેરેક અને બેવરલી જૌબર્ટ યુગલને ફાળે જાય છે.

એશિયાયી સિંહોની રાજધાની સાસણ - ગીર માં પણ દર વરસની જેમ વિશ્વ સિંહ દિવસ ઉજવાશે. પ્રવર્તમાન કોવિડ-૧૯ મહામારીને લીધે આ વર્ષે ફકત સોશિયલ મીડિયા દ્વારા વિવિધ કાર્યક્રમોથી  ઉજવણી થશે. જંગલ આપણને જીવન જરૂરી પાણી અને પ્રાણવાયુ આપે છે તેમજ ગ્લોબલ વાઙ્ખર્મિંન્ગ સામે રક્ષણ બક્ષે છે. સિંહ જેવી જાજરમાન અને શકિશાળી પ્રજાતિને કારણે ગીર જેવા જંગલો બચી ગયા છે. આપણે મનુષ્ય અને સિંહના અનન્ય સહજીવન માટે પ્રાર્થના સહ પ્રયત્નો કરીએ.

એશિયાના દ્યણા દેશોમાં જોવા મળતા એશિયાઇ સિંહ શિકાર તેમજ અન્ય કારણોને લીધે આશરે સવાસો વર્ષ પહેલાં પશ્યિમ ભારતમાં આવેલ ગીરના જંગલોમાં જ રહી ગયેલ. એક માન્યતા મુજબ  માત્ર ૧૨ થી ૨૦ સિંહો બચી ગયેલ હતા, પરંતુ આ આંકડા સાચા નથી. ઐતિહાસિક દસ્તાવેજો મુજબ સિંહોની સંખ્યા ઓછામાં ઓછી ૬૦ થી ૧૦૦ વચ્ચે હતી. જૂનાગઢના નવાબ સાહેબ, સ્થાનિક લોકો, વૈજ્ઞાનિકો, ઉત્ત્।રોતર સત્ત્।ાધીશો, રાજય તેમજ કેન્દ્ર સરકારો, જાગૃત મીડિયા, બિનસરકારી સંસ્થાઓ, વિગેરેના સતત પ્રયત્નોથી સિંહોની સંખ્યા તેમજ તેના રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે.

એશિયાઇ સિંહોની ગણતરી દર પાંચ વર્ષે ઉનાળામાં કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણતરી કરવાની હતી, પરંતુ કોવિડ-૧૯ મહામારીને લીધે રદ કરવામાં આવેલ. છેલ્લા દ્યણા વર્ષોથી દર મહિને પૂનમના દિવસે સિંહનું અવલોકન (એક પ્રકારે ગણતરી) નિયમિત રીતે કરવામાં આવે છે. તે માત્ર ખાતાકીય વ્યવસ્થા અને માહિતી માટે હોય છે. આ વર્ષે પાંચ વર્ષે થતી સિંહ ગણતરી થઈ શકી નહોતી, તેથી તારીખ ૫ અને ૬ જૂનના રોજ જે પૂનમ અવલોકન કરવામાં આવેલ તેમાં મને અને બીજા અમુક એકસપર્ટસને ઓબ્ઝર્વર તરીકે આમંત્રણ આપવામાં આવેલ. છેલ્લે સન ૨૦૧૫ માં ગણતરી થઇ હતી તેની સરખામણીએ જૂન માસના પૂનમ અવલોકનમાં માહિતી મળી કે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની સંખ્યા ૫૨૩ માંથી ૬૭૪ થયેલ છે અને વિસ્તાર ૨૨,૦૦૦ ચોરસ કિલોમીટરમાં થી વધીને ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટર થયેલ છે. એટલે કે આશરે ૨૮્રુ વસ્તી વધી છે અને તેમની હોમ રેન્જ ૩૬્રુ વધી છે. આ દ્યણા આવકારદાયક સમાચાર છે.

આપણા માટે સિંહ અમૂલ્ય દ્યરેણાં સમાન છે. તે શકિત, ખાનદાની, બહાદુરી અને રાજાશાહીનું પ્રતીક છે.

સિંહ આપણી સંસ્કૃતિમાં વણાયેલ છે. ભારત, ગુજરાત ના તેમજ મેઇક ઈન ઇન્ડિયા ના સિમ્બોલ માં છે.

કોવિડ-૧૯ મહામારી ના સમયમાં સ્વાભાવિક રીતે જ વિચાર આવે કે સિંહને કોરોના થાય? તજજ્ઞો એવું માને છે કે કોરોના વાઇરસ માત્ર મનુષ્યને અસર કરે છે. તેથી હાલ એમ કહી શકાય કે સિંહ અને બીજા વન્યજીવો કોરોનાથી ભયમુકત છે.

સિંહો માટે આનંદના સમાચાર સાથે ચિંતા ઉપજાવે એવી ઘટનાઓ પણ બની રહી છે. સન ૨૦૧૮, સપ્ટેમ્બર/ઓકટોબર માસમાં માત્ર એક મહિનામાં જ કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (CDV) અને બબેસીઓસીસ (Babesiosis) ના સંયુકત સંક્રમણ ના કારણે ૨૭ સિંહના મૃત્યુ થયેલ. ગીર પૂર્વની જે રેન્જમાં આ મૃત્યુ થયેલ તેની બાજુની રેન્જમાંથી ૩૩ જેટલા તંદુરસ્ત લાગતા સિંહોને પણ સાવચેતીના કારણોસર પકડી લેવામાં આવ્યા હતા. આ બધા જ  સિંહોને અમેરિકાથી મંગાવેલ CDV ની રસી (Vaccine) આપવામાં આવેલ. રસીકરણની આ પ્રક્રિયામાં ૦, ૨૧ અને ૪૨ દિવસે એમ કુલ ત્રણ ડોઝ આપવામાં આવે છે. તે મુજબ બધા જ સિંહોને ત્રણેય ડોઝ ૪૨ દિવસે આપી દેવાયેલ. દેખીતી રીતે જ રસીકરણ કર્યા પછી આ બધા સિંહ CDV મુકત થઈ ગયા હોવા જોઈએ. તેમ છતાં સંલગ્ન અધિકારીઓને એવું લાગ્યું હતું કે આ સિંહોને જંગલમાં છોડવા સલામત નથી. તેથી બધા જ સિંહોને પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યા હતા. આમ માત્ર એક મહિનામાં ઓછામાં ઓછા ૬૦ જેટલા સિંહ આપણા જંગલમાંથી ઓછા થઈ ગયેલ.

ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૦ માં ગીર પૂર્વના અમુક વિસ્તારોમાં સિંહના મૃત્યુના ચિંતાજનક સમાચાર મળ્યા. સિંહ આશરે ત્રણ વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધીમાં તેનો મૃત્યુદર કુદરતી કારણોસર ૭૦% થી ૮૦% સુધીનો હોઈ શકે છે. પરંતુ અહીં  ચિંતાની બાબત એ છે કે બચ્ચા અને પાઠડા ઉપરાંત ઘણા પુખ્ત વયના સિંહ પણ મૃત્યુ પામ્યા હતા. એક અધિકૃત માહિતી મુજબ આ વર્ષે બબેસિઓસિસ સંક્રમણના લીધે ઘણા સિંહોના મૃત્યુ થયેલ.

આપણે જાણીએ છીએ તેમ CDV તથા બબેસિઓસીસ એ બંને કુદરતી બાબતો છે અને તેને રોકવાના કોઈ ખાસ અસરકારક ઉપાયો નથી. CDV એક વખત વધી જાય પછી તેની કોઈ સચોટ સારવાર કે દવા પણ નથી; પરંતુ બબેસિઓસિસ ની જાણ જો સમયસર થઇ જાય તો એન્ટિબાયોટિક દવાઓ આપી અને સિંહને બચાવી શકાય છે. આ પ્રકારે સારવાર પણ આપવામાં આવી રહી છે અને જે સિંહ સાજા થઈ જાય છે તેમને જંગલમાં પાછા છોડી દેવામાં આવે છે.

તારીખ ૨૯ મે ના રોજ કેન્દ્રમાંથી એક એકસપર્ટ કમિટી અહીંયા આવેલ. તેના રિપોર્ટમાં એવું જણાવેલ હોવાની માહિતી મળે છે કે આ વર્ષે જાન્યુઆરી થી મે સુધીના પાંચ મહિનામાં કુલ ૮૫ સિંહો મૃત્યુ પામેલ છે. જેમાંથી ૪૪ સિંહોના મૃત્યુ બબેસિઓસીસ અને/અથવા કોઈ અન્ય રોગથી થયેલ હોવાની શકયતા છે. આ બાબત દ્યણીજ દુઃખદ તેમજ ચિંતાજનક છે.

અત્રે આપણને સહેજે સવાલ થાય કે આવી પરિસ્થિતિથી સિંહોને મુકત રાખવા શું કરી શકાય? આ માટે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (CDV) અને બબેસિઓસીસ વિશે થોડું જાણવું જરૂરી છે.

CDVજરખ, નોળિયા, શિયાળ, વિગેરે જેવા વન્ય પ્રાણીઓથી પણ ફેલાઇ શકે છે, પરંતુ સૌથી વધારે શકયતા શ્વાન (કુતરા) ની લાગે છે. ઘ્ઝ્રસ્ થી સિંહની રોગ પ્રતિકારક શકિત દ્યટી જાય છે. કોઈ પણ વાઇરસની જેમ જો ઘ્ઝ્રસ્ નું સંક્રમણ વધી જાય તો અગાઉ જણાવ્યા મુજબ તેની કોઈ અસરકારક દવા કે સારવાર શોધાયેલ નથી. બબેસિઓસીસ રોગ બબેસિયા નામના કિટકો (ઈતડી) દ્વારા ફેલાય છે. આ કિટકો દ્યાસમાં તેમજ ગાય-ભેંસ ના શરીર ઉપર જોવા મળે છે, તેમજ સિંહ પર પણ હોય છે. લાલ રકતકણો (RBC) શરીરમાં બધા કોષોને પ્રાણવાયુ પહોંચાડે છે. બબેસિયા લોહી ચૂસે છે અને જો બહુ વધારે પ્રમાણમાં હોય તો સિંહના શરીરમાંથી રકતકણો ખૂબ જ દ્યટી જાય છે તેથી નબળાઈને લીધે સિંહ મૃત્યુ પામી શકે છે. સિંહોમાં વાયરસ તથા બબેસિયા થોડા દ્યણા અંશે હોવાનું સામાન્ય છે, પરંતુ જયારે તેમનું સંક્રમણ વધી જાય ત્યારે ઘાતક નીવડે છે.

૧.આ વર્ષે સિંહો ના મૃત્યુ નું મુખ્ય કારણ બબેસિઓસીસ છે તેવું જાણવા મળેલ છે, પરંતુ માત્ર બબેસિઓસીસથી આટલા બધા પુખ્તવયના સિંહોનું મૃત્યુ થાય તે શકયતા ઓછી લાગે છે. તેથી જરૂરી છે કે જો સિંહમાં ઘ્ઝ્રસ્દ્ગફ્ર સંક્રમણ નથી તો બીજો કોઈ અજાણ્યો વાયરસ તો નથી ને? આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ થાય તે ઈચ્છનીય છે.

૧.સન ૧૯૮૦ ના દાયકામાં સરકારે સમગ્ર ગીરના ૧૪૧૨ ચોરસ કિલોમીટર વિસ્તારને નેશનલ પાર્ક કરવાનો ઈરાદો જાહેર કરેલ હતો. આજે લગભગ ૪૦ વર્ષ પછી હવે સમય આવી ગયો છે કે સમગ્ર ગીર ને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવે અને જંગલના રાજાને માનવ રહિત વિસ્તાર વધારે મળે.

૨.બરડા અભયારણ્યમાં વર્ષોથી કામગીરી થયી રહી છે. બરડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં ૧૦૦ થી વધુ સિંહ રહી શકે તેમ છે. જરૂરી કામગીરી પુરી કરી ગ્રેટર ગીરના અમુક સિંહ પરિવારને ત્યાં લાવવા નો સમય થઇ ગયો છે.

૩.CDV વાહક કોઈ શ્વાન જો મૃત પશુ ખાય અને પછી શ્વાન ની લાળયુકત પશુ સિંહ ખાય તો તે ઘ્ઝ્રસ્ થી સંક્રમિત થયી શકે છે. રખડતા શ્વાન વન્ય જીવો તથા મનુષ્ય માટે પણ ગંભીર ખતરા સમાન છે. તેનું નિયમિત રીતે રસીકરણ અને ખસીકરણ થાય તે જરૂરી છે.

૪.અત્રે એ જાણવું જરૂરી છે કે સિંહ, વાદ્ય, દીપડો, વિગેરે પ્રાણીઓ બિલાડી કુળના છે અને બિલાડી કુળના પ્રાણીઓ માટે સમર્પિત (Dedicated) રસી વિશ્વમાં કયાંય બનેલી નથી. અમેરિકામાં જે રસી ઉપલબ્ધ છે, તે ફેરેટ તેમજ શ્વાન જેવા પ્રાણીઓ માટે બનેલ છે. સિંહ ઉપર તે કેટલી અસરકારક છે, તેનો વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ.

૫.જંગલમાં વિહરતા સિંહોને રસીકરણ કરવું બિલકુલ હિતાવહ નથી. તેનાથી તેની રોગપ્રતિકારક શકિત  દ્યટી શકે છે. આ રસી મનુષ્યને અપાતી ટી.બી. કે માતા જેવી નથી, કે જેને  એક  વખત

આપ્યા પછી જીવનભર અસર રહે. CDV ની રસી આપવા માટે ઓછામાં ઓછા ૪૨ દિવસ સુધી સિંહને પાંજરામાં પુરી રાખવા પડે અને જંગલમાં છોડ્યા પછી પણ રસીની અસર માત્ર થોડા મહિના સુધી જ રહે છે. ત્યાર પછી શું? તેથી માત્ર અનિવાર્ય સંજોગોમાં પ્રાણી સંગ્રહાલયમાં રખાતા જ સિંહોને રસીકરણ કરવાનું વિચારી શકાય.

૬.આપણે સિંહોના સંરક્ષણ માટે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છીએ, તે દ્યણું જ આવકાર્ય છે. તેની સાથો સાથ ફિલ્ડમાં ટ્રેકર્સ તથા અન્ય સ્ટાફ દ્વારા સતત મોનીટરીંગ ખૂબ જ જરૂરી છે. છેલ્લા દ્યણા સમયથી જંગલ ખાતામાં લગભગ ૫૦ ટકાથી વધારે જગ્યાઓ ખાલી છે. વહેલામાં વહેલી તકે નવી ભરતી કરવામાં આવે અને વધુ સારી રીતે સિંહો નું મોનીટરીંગ અને સંરક્ષણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

પર્યાવરણ પ્રેમીઓ નો એક વર્ગ એવું માને છે કે સિંહોને મધ્યપ્રદેશના કૂનો પાલપુર જંગલમાં સ્થળાંતર કરવા જોઈએ. આ બાબત એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે માનનીય સુપ્રીમ કોર્ટે તેના ૧૫ એપ્રિલ ૨૦૧૩ ના ચુકાદામાં એવું સ્પષ્ટપણે જણાવેલ કે આ સ્થળાંતર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈ.યુ.સી.એન.) ની માર્ગદર્શિકા પ્રમાણે થવું જોઈએ. આઈ.યુ.સી.એન. ની માર્ગદર્શિકા પ્રમાણે સ્થળાંતર થાય તે નિશ્યિત કરવા માટે સર્વોચ્ચ અદાલતે ૧૨ સભ્યોની એક એકસપર્ટ કમિટી ની રચના સન ૨૦૧૩ માં જ કરેલ છે. આ કમિટીમાં ગુજરાત રાજયના ચીફ વાઇલ્ડ લાઇફ વાઙ્ખર્ડન પણ છે. તેઓશ્રીએ સમયાંતરે જાહેર કરેલ છે કે એકસપર્ટ કમિટીના નિર્ણય માં ગુજરાત સરકાર સંપૂર્ણ સહકાર આપશે. સ્વાભાવિક રીતે જ તેઓશ્રીએ એવી વિનંતી કરેલ છે કે આઈ.યુ.સી.એન. ની માર્ગદર્શિકા મુજબ કૂનો માં કામગીરી પૂર્ણ થયા પછી જ સિંહો નું સ્થળાંતર શરૂ કરવામાં આવે.

કુનો પાલપુર વાદ્ય માટે મહત્વનો એકટીવ કોરિડોર છે. આ તથા બીજી કેટલીક મહત્વની બાબતો ધ્યાન પર લેવા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં એક પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન (PIL) થયેલ છે. તેની સુનાવણી હજી અધૂરી છે.

માનનીય સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વિરુદ્ઘ એક સર્વોચ્ચ અદાલતના અનાદરની અરજી થયેલ હતી. જે ગયા વર્ષે રદ કરવામાં આવી હતી. તે સમયે માનનીય ન્યાયાધીશશ્રી એ એવું પણ જણાવેલ કે આ સિંહોની બાબત છે, તેમાં કોઈપણ રીતે ઉતાવળ કરવી ન જોઈએ.

ટૂંકમાં જયારે પણ એકસપર્ટ કમિટીને યોગ્ય લાગશે ત્યારે સ્થળાંતર થઈ શકશે. આમાં મુખ્યમંત્રી શ્રી કે પ્રધાનમંત્રી શ્રી સહિત કોઈપણ વ્યકિતના મંતવ્યનું જરાપણ મહત્વ નથી. સ્થળાંતર ને CDV કે અન્ય કારણો સાથે જોડવું અસ્થાને છે. બબેસિઓસીસ, CDV કે બીજા વાયરસ/રોગચાળો કોઈપણ જગ્યાએ આવી શકે છે, તેમજ ગુજરાત રાજય સરકારે અહીં સિંહોના સંરક્ષણ ની જે વ્યવસ્થા કરવાની છે તે સ્થળાંતર થાય કે ન થાય, એ તો કરવાની જ છે.(૯.૧)

આ વર્ષે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં સિંહોના મૃત્યુ થયા છે તે નીચે મુજબ છે

ડિવિઝન

કુદરતી

અકુદરતી

રોગથી

કુલ

ગીર પૂર્વ

૨૧

૩૨

૫૯

ગીર પશ્યિમ

૧૩

શેત્રુંજી

જૂનાગઢ

ભાવનગર

કુલ

૧૭

૨૪

૪૪

૮૫

માહિતી સ્ત્રોતઃ  ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.

-: આલેખન-તસ્વીરો :-

ભુષણ પંડ્યા

મેમ્બર, સ્ટેટ બોર્ડ ફોર

વાઇલ્ડલાઇફ, ગુજરાત

મો.નં. ૯૪૨૮૨ ૦૩૧૧૭

(2:35 pm IST)