Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સોનિયા ગાંધીનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે : કોંગ્રેસને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષ : અભિષેક સિંઘવી

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું : સોનિયા ગાંધીએ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કાર્યકાળ ખત્મ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. સિંઘવીના નિવેદન સોનિયા ગાંધીનો કોંગ્રેસનો અંતરિમ અધ્યક્ષ તરીકે ૧૦ ઓગસ્ટે એક વર્ષ પુરો કર્યાના ઠીક પહેલા આવ્યું છે. હજી પાર્ટી દ્વારા તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાના બાકી છે. સિંઘવીએ રવિવારે કહ્યું કે સોનિયા ગાંધીનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યકારિણી સમિતિની એક પ્રક્રિયા છે. જેનું પાલન કરવામાં આવે છે. જે નજીકના સમયમાં થશે જેનું પરિણામ તમને જોવા મળશે.

સિંઘવીએ કહ્યું કે આવું કોંગ્રેસના બંધારણમાં લખ્યું છે. અમે આવું કરવા માટે બંધાયેલા છીએ. આને જલ્દી અંજામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને ગત વર્ષે ૧૦ ઓગસ્ટે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જેનું એક વર્ષ સોમવારે પુરું થવા જઈ રહ્યું છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીના પૂર્ણકાલિક અધ્યક્ષ ન મળી શકયા.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું હતું કે પાર્ટીના લક્ષ્યહીન અને દિશાહીન હોવાની વધતી ધારણોને ખતમ કરવા માટે એક પૂર્ણકાલિક અધ્યક્ષ શોધવાની પ્રક્રિયા અવશ્ય ઝડપથી કરવી જોઈએ.

કોંગ્રેસના લોકસભા સભ્યે એ પણ કહ્યું કે તેને નિશ્વિત રૂપથી એવું લાગે છે કે પાર્ટીનું એકવાર ફરીથી નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી પાસે સાહસ, ક્ષમતા અને યોગ્યતા છે. પરંતુ તેઓ આવું કરવા નથી ઈચ્છતા. તો પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવાની નવી દિશામાં અવશ્ય આગળ વધું જોઈએ.

કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, 'મારૃં માનવું છે કે અમે પોતાના નેતૃત્વને આગળ વધારવા અંગે સ્પષ્ટ હોવા જોઈએ. મેં ગત વર્ષે અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયાજીની નિયુકિતનું સ્વાગત કર્યું હતું. પરંતુ મારું માનવું છે કે તેમણે અનિશ્વિતકાળ સુધી જવાબદારી ઉછાવવાની આશા રાખવી યોગ્ય ના ગણાય.'

(11:50 am IST)