Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોરોનાનો પંજો ચારેકોર ફેલાયો : બેંગલુરૂમાં ૫૦,૦૦૦ દુકાનો બંધ

૧૦,૦૦૦ ઓફિસ કાયમી ધોરણે બંધ : ૪૦૦ હોટલોને પણ તાળા લાગ્યા

બેંગલોર તા. ૧૦ : કાળમુખા કોરોના મહામારીના ભયાનક પરિણામો શરૂ થયા છે. એકલા બેંગલુરુમાં ૫૦,૦૦૦ દુકાનોએ શટર પાડી દીધા છે, કારણકે કોઈ જ ધંધો મળતો નથી.

૧૦,૦૦૦ ઓફિસો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ એકઙ્ગ અહેવાલ મુજબ ૪૦૦ હોટેલોએ તાળા મારી દીધા છે અને ૩૦૦ હોટલો વેચવા કાઢી છે. ૩૦૦ પ્લે હાઉસ સ્કૂલો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વિક્રાળ બની છે. લોકો માટે જીવનધોરણ જાળવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

(11:46 am IST)