Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભારતમાં પહેલીવાર ર૪ કલાકમાં ૧૦૦૭ના મોત

કોરોના કાળોકેર મચાવે છેઃ ૧ દિવસમાં રેકોર્ડ બ્રેક ૬ર૦૬૪ કેસઃ કુલ મોતનો આંકડો ૪૪૩૮૬: કુલ કેસ રર,૧પ,૦૭પઃ વિશ્વમાં કુલ કેસ થયા ર,૦૦,ર૪,ર૬૩: કુલ મોતનો આંકડો ૭,૩૩,૯૯પઃ એકટીવ કેસ ૬૩,૯ર,૦૩૦

નવી દિલ્હી તા. ૧૦ :.. દેશમાં કોરોનાનો ગ્રાફ સતત રેકોર્ડ બનાવી રહ્યો છે. ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાથી મોતનો આંકડો ઉછળ્યો છે. દેશમાં પહેલીવાર એક દિવસમાં આ મહામારીથી ૧૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ૬ર૦૬૪ નવા કેસ સામે આવ્યા છે. અને ૧૦૦૦ લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મરનારાની સંખ્યા ૪૪૩૮૬ પહોંચી ગઇ છે.

ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા રર,૧પ,૦૭પ થઇ છે. જેમાં સાજા થયેલા લોકોની સંખ્યા પણ ૧પ,૩પ,૭૪૪ ની થવા પામી છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા ૬,૩૪,૯૪પ ની થઇ છે. ગઇકાલે ૪,૭૭,૦ર૩ નું ટેસ્ટીંગ થયું હતું એ સાથે કુલ ર,૪પ,૮૩,પપ૮ નું ટેસ્ટીંગ થયું છે.

ભારતમાં સૌથી વધુ ૧૭,૭પ૭ ના મોત મહારાષ્ટ્રમાં થયા છે તે પછી તામિલનાડુમાં ૪૯ર૭, દિલ્હી ૪૧૧૧, કર્ણાટક ૩૧૦૮, ગુજરાત ર૬પર, આંધ્ર ર૦૩૬, યુપી ર૦પ૯, ઉતરાખંડ ૧રપ, પ.બંગાળ ર૦પ૯ ના મોત થયા છે.

વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કુલ ર,૦૦,ર૪,ર૬૩ કેસ નોંધાયા છે. અને ૭,૩૩,૯૯પ લોકોના મોત થયા છે. ૬૩,૯ર,૦૩૦ એકટીવ કેસ છે.

અમેરિકામાં પ૧,૯૯,૪૪૪ કેસ અને ૧,૬પ,૬૧૭ મોત છે. બ્રાઝીલમાં ૩૦,૩પ,પ૮ર કેસ અને ૧૦૧૧૩૬ ના મોત છે. રશીયામાં ૮,૮૭,પ૩૬ કેસ અને ૧૪૯૩૧ મોત છે. આ આફ્રિકામાં પ,પ૯,૮પ૯ કેસ અને ૧૦૪૦૮ ના મોત છે. યુકેમાં ૩,૧૦,૮રપ કેસ  અને ૪૬પ૭૪ ના મોત છે. મેકસીકોમાં ૪,૮૦,ર૭૮ કેસ અને પર,ર૯૮ ના મોત થયા છે. સ્પેનમાં ૩,૬૧,૪૪ર કેસ અને ર૮પ૦૩ ના મોત છે. ઇટરાલીમાં ર,પ૦,પ૬૬ કેસ અને ૩પર૦પ મોત છે. ફ્રાંસમાં ૧,૯૭,૯ર૧ કેસ અને ૩૦૩ર૪ ના મોત થયા છે.

 છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોરોના કેસ

 . મહારાષ્ટ્રઃ૧૨,૨૪૮

. આંધ્રપ્રદેશઃ૧૦,૮૨૦

. તમિલનાડુ :૫,૯૯૪

. કર્ણાટક : ૫,૯૮૫

. ઉત્ત્।રપ્રદેશ : ૪,૫૭૧

. બિહાર : ૩,૯૩૪

. પશ્ચિમ બંગાળઃ ૨,૯૩૯

.તેલંગાણા :૧,૯૮૨

. બેંગ્લોર :૧,૯૪૮

. ઓડિશા :૧,૭૩૪

. દિલ્હી :૧,૩૦૦

. કેરળઃ ૧,૨૧૧

. રાજસ્થાન :૧,૧૬૯

. આસામઃ૧,૧૨૩

. ગુજરાતઃ૧,૦૭૮

. મુંબઇઃ ૧,૦૬૬

. પંજાબઃ ૯૮૭

. મધ્યપ્રદેશઃ ૮૬૮

. હરિયાણાઃ ૭૯૨

. ઝારખંડઃ ૬૮૮

. જમ્મુ-કાશ્મીરઃ  ૫૦૭

.ગોવાઃ ૫૦૬

. છત્ત્।ીસગઢઃ ૨૮૫

. પુડ્ડુચેરીઃ ૨૬૪

. ઉત્ત્।રાખંડઃ ૨૩૦

. મણિપુરઃ ૧૧૮

. હિમાચલ પ્રદેશઃ ૧૦૭

(2:33 pm IST)