Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોરોના સામે લડવા IVERMECTIN ટેબલેટને મંજુરી આપતી ઉત્તરપ્રદેશઃ સરકાર

હળવા લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત લોકોને આઇવર-મેકટીન ટેબલેટ આપવામાં આવી રહી છે

રાજકોટ તા. ૧૦ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) એ લાખો લોકોના જીવ લઇ લીધા છે. કરોડો લોકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે. ભારતના સૌથી મોટા રાજયોમાનું એક એવા ઉત્તર પ્રદેશમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા એક લાખથી પણ વધી ગઇ છે. કોરોનાથી મૃત્યુ થવાનો આંકડો પણ દિવસે દિવસે વધી રહ્યો છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોરોના સામે લડવા માટે તથા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને ફાયદો થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકારે IVERMECTIN ટેબલેટ દર્દીઓને આપવાની મંજુરી આપી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આઇવરમેકટીન ટેબલેટની મંજુરી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના અગ્રસચિવશ્રી અમિત મોહન પ્રસાદ દ્વારા આઇવરમેકટીન ટેબલેટ સંદર્ભે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. મેડીકલ એન્ડ હેલ્થ સર્વિસના મહાનિર્દેશક ડો.બી.એસ.નેગીના અધ્યક્ષસ્થાને યોજાયેલ તજજ્ઞોની બેઠકમાં પણ આઇવરમેકટીન ટેબલેટના ઉપયોગ સંદર્ભે ચર્ચા થઇ હતી.

આઇવરમેકટીન ઉપયોગ હાઇડ્રોકસીકલોરોકવીનની જગ્યાએ પણ કરવામાં આવી શકે છે. કોરોના સારવાર સાથે જોડાયેલ સ્વાસ્થ્ય કર્મીઓ તથા ડોકટર્સને પણ આઇવરમેકટીન ટેબલેટ આપવામાં આવશે. ર૦૦ મિલિગ્રામના હિસાબે પ્રથમ ત્રણ દિવસો સુધી રાત્રે એક વખત જમ્યા બાદ બે કલાક પછી ૧ર મિલિગ્રામ દવા આપી શકાય છે. આઇવરમેકટીન સહિત કોઇપણ એલોપેથિક દવા સંબંધિત ડોકટર્સને પૂછયા વગર લેવી હાનિકારક થઇ શકે છે.

(10:10 am IST)