Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શેરબજારના ઉતાર - ચઢાવથી બચાવશે લો વોલેટિલીટી ફંડ : રોકાણનો આજે છેલ્લો દિ'

મુંબઇ તા. ૧૦ : કોરોનાની વચ્ચે અનિચિતતાના વાતાવરણમાં શેરબજારમાં વોલેટિલિટી ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવાઇ હતી.આ ઊતાર ચઢાવ સામે સુરક્ષીત રહેવા માટે હવે મ્યુચ્યુઅલ ફંડોએ નવો રસ્તો શોધી કાઢયો છે. ફંડો હવે બજારની ચંચળતાના વિકલ્પ તરીકે વોલેટિલીટી ઇટીએક લાવી રહ્યા છે.આઇસીઆઇસીઆઇ પ્રુડ્ન્સિયલ બજારની આ ચંચળતાને પાછળ છોડવા માટે આલ્ફા લો વોલોટિલીટી ૩૦ ઇટીએફ ફંડનો એનએફઓ લાવી રહ્યું છે.જે ઓપન એડેન્ડ ઇટીએફ રહેશે અને રોકાણકારો દ્વારા પસંદ કરવામાં આવેલા શેરોના પોર્ટફોલિયોના આધારે એકસપોઝર આપશે.આનો મુખ્ય હેતુ નિફટી આલ્ફા લો-વોલોટીલિટી ૩૦ ઇન્ડેકસના આધારે મળતા વળતર્નો લાભ રોકાણકારોને આપવાનો છે.આઇપપ્રૂ એએમસીના એમડી અને સીઇઓ નિમેશ શાહનું કહેવું હતું કે,નવી યોજનામાં મલ્ટીફેકટર સ્માર્ટ બીટા સ્ટ્રેટજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ફંડમાં રોકાણનો આજે છેલ્લો દિવસ છે.

(10:08 am IST)