Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

૨૪ કલાકમાં દેશમાં સૌથી વધુ ૬૫૧૫૬ દર્દી નોંધાયા

મહારાષ્ટ્રમાં ૮૦ હજાર ટેસ્ટ કરાયા હતા : પહેલીવાર દેશમાં ૭ લાખથી વધુ ટેસ્ટ એક દિવસમાં કરાયા

નવી દિલ્હી, તા. ૯ : ભારતમાં રવિવારે સવારે પૂરા થતા ૨૪ કલાકમાં રેકોર્ડ ૬૫,૧૫૬ દર્દી નોંધાયા છે. દેશમાં ૭ લાખ ૧૯ હજાર ટેસ્ટ કરાયા હતા, જે એક દિવસમાં સૌથી વધુ છે. જેમાંથી મહારાષ્ટ્રમાં ૮૦ હજાર ટેસ્ટ કરાયા હતા. એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં રેકોર્ડ ૮૨ હજાર ૪૦૦ ટેસ્ટ કરાયા હતા.ગુજરાત કેરળ ત્રિપુરા, હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છેલ્લા ૨૪ કલાકમાં જેટલા નવા કેસ આવ્યા, એનાથી વધુ દર્દી સાજા થયા છે.

આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ૬૦ હજારથી વધુ કેસ નોંધાયા છે અને ૫૦ હજારથી વધુ દર્દી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ૨૧.૫૫ લાખ કેસ આવી ચુક્યા છે. ૬.૨૮ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૪૩ હજાર ૪૫૩ લોકો આ બિમારીથી જીવ ગુમાવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૪.૭૯ લાખથી વધુ થઈ ગઈ છે. રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ વધીને ૬૮.૩૨% થઈ ગયો છે જ્યારે મૃત્યુદર ૨.૦૪% છે.

               દેશમાં અત્યાર સુધી ૨ કરોડ ૩૩ લાખ ૮૭ હજાર ૧૭૧ સેમ્પલની તપાસ થઈ ચુકી છે. દિલ્હીના મુખ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, એવા સમાચાર છે કે દિલ્હીમાં ફરી કેસ વધી રહ્યા છે. જેનું એક કારણ એ પણ છે કે દિલ્હીમાં બહારના લોકો પણ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે, નહીંતર દિલ્હીમાં તો કેસ ઘટી રહ્યા છે. ગુજરાત કેરળ ત્રિપુરા, હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છેલ્લા ૨૪ કલાકમાં જેટલા નવા કેસ આવ્યા, એનાથી વધુ દર્દી સાજા થયા છે. આ ઉપરાંત દાદાર નગર હવેલી, ચંદીગઢ અને મિઝોરમમાં નવા કેસ અને સાજા થનારા દર્દીઓની સંખ્યા એકસરખી રહી હતી.

(12:00 am IST)