Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

એક નવી પૃથ્વી મળી આવી સપાટી પર પાણી છેઃ પણ ત્યાં પહોંચતા અબજો વર્ષ લાગશે

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોઅ પૃથ્વીના આકારનો રહેવા યોગ્ય એક ગ્રહ શોધી કાઢ્યો છે. ખાસ વાત એ છે કે તેની સપાટી પર તરળ પાણી હાજર છે.

નાસાએ અમેરિકન એસ્ટ્રનોમિકલ સોસાઈટીની ૨૩૫ઉક બેઠકમાં તેનો ખુલાસો કર્યો છે. નાસાએ જણાવ્યું કે આ ગ્રહ આપણા સૂર્ય મંડળની નજીક છે. તેની દુરી લગભગ ૧૦૦ પ્રકાશ વર્ષ દુર છે.

નાસાના ટ્રાજિસ્ટિંગ એકસોપ્લેન્ટ સર્વે સેટેલાઈટ (TESS) અને સ્પિટ્ઝર સ્પેસ ટેલીસ્કોપ (Spitzer Space Telescope)એ આ ગ્રહને શોધી કાઢ્યો છે. નાસાના વૈજ્ઞાનિકોએ આ ગ્રહનું નામ આપ્યું TOI ૭૦૦D. આ સુરજ જેવા એક તારા TOI ૭૦૦ નું ચક્કર લગાવી રહ્યું છે. TOI ૭૦૦નું  વજન આપણા સૂરજ કરતા અડધુ છે અને તેનું તાપમાન પણ ૪૦ ટકા ઓછું છે.

TOI ૭૦૦ની ચારે બાજુ કુળ મળીને ત્રણ ગ્રબ ચક્કર લગાવી રહ્યા છે. તેમાંથી બે ગ્રહ TOI ૭૦૦થી ખૂબ દુર છે પરંતુ TOI ૭૦૦D એટલું નજીક છે કે તેની પર જીવન સંભવ છે. અન્ય બે ગ્રહોમાંથી એક પથ્થરાળ અને બીજો ગેસોથી ભરેલો છે.

નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યા અનુસાર ડોરાડો સ્વોર્ડફિશ નક્ષત્રમાં સ્થિત છે. જે આપણી આકાશગંગાના દક્ષિણમાં સ્થિત છે. જોકે નાસાના વૈજ્ઞાનિક પણ TOI ૭૦૦ D વાતાવરણ અને સપાટીના તાપમાન અને બનાવટનું મોડલ તૈયાર કરી રહ્યું છે. અત્યાર સુધી એ ખબર નથી પડી કે આ ગ્રહ કઈ વસ્તુનો બનેલો છે.

TOI ૭૦૦D ગ્રહ આપણી પૃથ્વી કરતા ૨૦ ટકા વધુ મોટો છે. તે પોતાના સૂરજ એટલે કે TOI ૭૦૦ના ૩૭ દિવસમાં એક ચક્કર લગાવે છે. તેને પોતાના સૂરજમાંથી ૮૬ ટકા ઉર્જા મળે છે.

પોતાની પૃથ્વીથી આ ગ્રહ પર જવામાં લગભગ ૩૭.૩૦ લાખ વર્ષ લાગી શકે છે. જો આપણે નાસાના યાન ડિસ્કવરીથી ૮ કિલોમીટર પ્રતી સેકન્ડની ગતિથી ચાલીએ તો એક પ્રકાશ વર્ષની દુરી નક્કી કરવામાં લગભગ ૩૭,૨૦૦ વર્ષ એટલે કે ૧૦૦ પ્રકાશ વર્ષનું અંતર કાપવા માટે ૩૭.૩૦ લાખ વર્ષ લાગશે.

(4:01 pm IST)