Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દમનકારી નીતિથી છાત્રોમાંથી ઉઠેલો ગુસ્સો ભાજપને ભારે પડી શકે છે

નવી દિલ્હી,તા.૯: અલગ અલગ શિક્ષણ સંસ્થાઓ છાત્રોની નારાજગીથી ઉકળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓનો ગુસ્સો ભાજપને મોટુ નુકસાન પહોંચાડી શકે છે.

છાત્રોમાં હાલની નારાજગી નાગરિકતા કાનૂન કે એનઆરસીને લઇને નથી પરંતુ હા, તેની શરુઆત દિલ્હીનાં જામિયા મિલિયા વિશ્વ વિદ્યાલયથી થઇ હતી. પરંતુ હાલમાં જેએનયુમાં છાત્રો પર થયેલી હિંસા એ આંદોલનનો મુદ્દો જ બદલી નાખ્યો છે - હાલ સીએએ અને એનઆરસી જગ્યાએ છાત્રો પર પોલીસ દમનના મુદ્દાએ લઇલીધી છે. અને છાત્રો પર હિંસાના મુદ્દા છાત્રોને દેશમાં એક કર્યા છે.

દેશનાં અલગ અલગ ભાગોથી લઇને જામિયા મિલિયામાં છાત્રો પર પોલીસે બર્બરતાપૂર્વક કાર્યવાહી કરી હતી જેના દેશમાં તીવ્ર પડદ્યા પડ્યા હતાં. હજુ આ મુદ્દો ઠંડો નથી પડ્યો ત્યાં દિલ્હીમાં જેએનયુમાં હિંસાની ઘટના બની. સંયોગ છેકે આ ઘટનામાં ધર્મનું લેબલ નહોતું. જેના કારણે દેશને અલગ શિક્ષણ સંસ્થાઓનાં છાત્રોએ જેએનયુના છાત્રો સાથે પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.આ ઘટનાઓ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જામિયા મિલિયા અને જેએનયુનાં છાત્રો સાથેની દ્યટનાથી સરકારી મશીનરી દમન પર ઉતરી આવી હતી અને સરકાર વિદ્યાર્થીઓનીવાત સાંભળવા માગતી નથી. ભિન્ન વિચારધારાનો મતલબ દમનથી કચડવાનો નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં મોદીના નેતૃત્વમાં ભાજપની વિજયયાત્રામાં શિક્ષણ સંસ્થાઓમાં ભણતા ૧૮ પ્લસ આયુવર્ગના યુવા મતદારોએ મોટી ભૂમિકા ભજવી હતી. આ આયુ વર્ગના છાત્રોને મોદી પ્રત્યે એક દિવાનગી પણ નથી. પણ હાલની ઘટનાઓથી ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

(3:38 pm IST)