Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સીએએ અને એનઆરસીના પ્રશ્ને એકલા ચાલશે : મમતા બેનર્જી

વિપક્ષની રણનીતિને લઇને મમતા બેનર્જી નારાજ : કેમ્પસ હિંસા અને સીએએ મુદ્દે ૧૩મીએ મિટિંગ યોજાશે

કોલકાતા, તા. ૯ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સીએએ અને એનઆરસીના મુદ્દા ઉપર આક્રમક દેખાઈ રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, આ મુદ્દાઓ ઉપર તેઓ એકલા હાથે લડવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા ૧૩મી જાન્યુઆરીના દિવસે કેમ્પસ હિંસા અને સીએએને લઇને બોલાવવામાં આવેલી બેઠકનો બહિષ્કાર કરશે. મમતા બેનર્જીએ આ મુદ્દાઓ ઉપર વિરોધ પક્ષો ખામી ભરેલી સ્થિતિમાં દેખાઈ રહ્યા હોવાની વાત પણ તેમણે કરી હતી. સાથે સાથે મમતા બેનર્જીએ લેફ્ટ અને કોંગ્રેસ સાથે સંબંધિત સંગઠનો દ્વારા આર્થિક પગલાઓ સહિત સરકારની લોકવિરોધી નીતિના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન થયેલી હિંસાને લઇને પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હિંસાને કોઇપણ રીતે ટેકો આપી શકાય નહીં. સીએએના વિરોધમાં જોરદાર દેખાવો થયા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, સીએએ અને એનઆરસીના મુદ્દા ઉપર એકલા હાથે ચાલવા માટે પણ તેઓ તૈયાર છે. આનો મતલબ એ થયો કે, બેઠકમાં મમતા જશે નહીં.

(8:01 pm IST)