Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સમય પર ઘર નહી મળે તો સ્ટેટ બેંક ગ્રાહકને લોનના રૂપિયા પરત આપી દેશે, લોન્ચ થઇ જબરદસ્ત સ્કીમ

મોટાભાગે એવું જોવા મળે છે કે હોમ લોન લઇને ઘરનું બુકિંગ તો કરી લઇએ છીએ પરંતુ ફાળવણીનું પ્રમાણપત્ર (OC) મળતાં પહેલાં પ્રોજકટ અટકી પડે છે. તેવામાં લોકોને ઘર નથી મળતું અને તેઓ હોમ લોન પણ આપી રહ્યાં હોય છે.

જો કે હવે એવા ઘર ખરીદનાર માટે દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે એક ખાસ સ્કીમ 'રેશિડેંશલ બિલ્ડર ફાઇનાન્સ વિથ બાયર ગેરેન્ટી સ્કીમ' લોન્ચ કરી છે. આ સ્કીમ અંતર્ગત ખરીદનારને નિર્ધારિત સમય પર ઘરનું પઝેશન નહી મળી શકે તો બેન્ક ગ્રાહકને પૂરી પ્રિન્સિપલ અમાઉન્ટ પરત આપી દેશે.

આ રિફંડ સ્કીમ ત્યાં સુધી માન્ય હશે, જયાં સુધી ઘર ખરીદનારને ફાળવણીનું પ્રમાણપત્ર ન મળી જાય. જો કે હાલ એસબીઆઇની આ સ્કીમ ૧૦ શહેરોમાં લાગુ થશે. સાથે જ આ સ્કીમ અંતર્ગત મહત્ત્।મ ૨.૫ કરોડ રૂપિયાની કિંમતના મકાન માટે હોમ લોન મળી શકે છે.

માની લો કે કોઇ વ્યકિતએ ૨ કરોડ રૂપિયાનો ફ્લેટ બુક કરાવ્યો છે અને ૧ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી ચુકયો છે. તેવામાં જો પ્રોજેકટ અટકી પડે તો એસબીઆઇ વ્યકિતને ૧ કરોડ રૂપિયા રિફંડ કરશે.

બેન્ક તરફથી આપવામાં આવેલી ગેરેન્ટીનો સમયગાળો ફાળવણી પ્રમાણપત્ર સાથે જોડાયેલી રહેશે. આ ગેરેન્ટી રેરા રજીસ્ટર્ડ પરિયોજનાઓ પર જ લાગુ થશે. રેરાની સમયસીમા પર થયા બાદ પ્રોજેકટને અટકેલો માનવામાં આવશે.

એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે આ સ્કીમની રિયલ એસ્ટેટ સેકટર સાથે સાથે તે મકાન ખરીદનારો પર મોટી અસર પડશે, જે મકાનનું પઝેશન ન મળવાના કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

રજનીશ કુમારે વધુમાં જણાવ્યું કે રેરા, જીએસટીના નિયમોમાં બદલાવ ઉપરાંત લોકઆઉટ બાદ અમને તે વાતનો અહેસાસ થયો કે હોમબાયર્સને સમયે મકાન આપવા અને તેમના રૂપિયા ફસાવાથી બચાવવાની આ એક ઉમદા રીત છે.

જણાવી દઇએ કે મંદી સામે ઝઝૂમી રહેલા રિયલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન આપવાનો સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેના અંતર્ગત સરકારે અટકી પડેલા પ્રોજેકટને પૂરા કરવા માટે ૨૫૦૦૦ કરોડ રૂપિયાના ફંડનું એલાન પણ કર્યુ  છે.

(3:32 pm IST)