Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

નિર્ભયાના દોષિતે ફાંસીના ફંદાથી બચવા માટે કરી કયૂરેટિવ પિટિશન

આરોપી વિનય કુમાર શર્માએ સુપ્રીમમાં દાખલ કરી અરજી

નવી દિલ્હી,તા.૯: નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસી પર લટકાવાની તારીખ નજીક આવ્યા બાદ જયાં ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે તો દોષિતોની કોશિષ એ વાતની છે કે તેમને મળનાર ફાંસીની સજામાં વધુ મોડું થાય. આ લાઇનમાં જ દોષિતોની તરફથી વધુ એક કોશિષ કયુરેટિવ પિટીશન દ્વારા કરાઇ. કયુરેટિવ પીટીશન દોષિત વિનયકુમાર શર્મા દ્વારા આજે દાખલ કરાઇ છે.

પટિયાલા હાઉસ કોર્ટે ગયા મંગળવારના રોજ ચારેય દોષિતો માટે ફાંસીની તારીખ ૨૨જ્રાક જાન્યુઆરીની સવાર ૭ વાગ્યા નક્કી કર્યા બાદ ડેથ વોરંટ રજૂ કરી દીધું હતું. જો કે કોર્ટના ચુકાદા બાદ દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં આના વિરૂદ્ઘ કયૂરેટિવ પિટિશન દાખલ કરશે. ડેથ વોરંટ રજૂ કરતા પટિયાલા હાઉસ કોર્ટે આ ચુકાદાને પડકારવા માટે ચારેયને ૭ દિવસનો સમય આપ્યો હતો.

કયૂરેટિવ પિટિશન પર વકીલ એપી સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ૫ સિનિયર મોસ્ટ જજ સુનવણી કરશે. આ કેસને લઇ શરૂઆતથી જ મીડિયા, પ્રજા, રાજકારણીઓનું દબાણ હતું. આ કેસની તપાસ નિષ્પક્ષતાની સાથે કરાઇ નથી.

૨૦૧૨ના નિર્ભયા ગેંગરેપના દોષિતોને પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારના રોજ ડેથ વોરંટ જાહેર કરી દીધું. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ ચારેય દોષિતોને ૨૨જ્રાક જાન્યુઆરીની સવારે ૭ વાગ્યે ફાંસી અપાશે. પરંતુ ડેથ વોરંટ રજૂ થયા બાદ પણ કેટલાંય પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓ છે તેના દ્વારા નિર્ભયા ગેંગરેપના દોષિત ફાંસીની તારીખ આગળ વધારવાની કોશિષ કરી શકે છે.

૪ દોષિતોમાંથી એક દોષિત વિનય કુમાર શર્માની તરફથી આજે કયૂરેટિવ પિટિશન દાખલ કર્યા બાદ જો સુપ્રીમ કોર્ટ આ પિટિશન પર સુનવણી કરે છે અને ૧૪ દિવસની અંદર તેની પર નિર્ણય લેવાતો નથી તો ફાંસીની તારીખ આગળ વધી શકે છે.

કયૂરેટિવ પિટિશન સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે પણ આ દોષિતોની દયા અરજી પેન્ડિંગ છે. જો રાષ્ટ્રપતિ આ દોષિતોની દયા અરજી પર ૧૪ દિવસમાં નિર્ણય આવતો નથી તો પણ ફાંસીની તારીખ આગળ જઇ શકે છે. મર્સી પિટિશન એટલે કે દયા અરજીનો ઉપયોગ

કયૂરેટિવ પિટિશન એટલે કે પુનર્વિચાર અરજીથી થોડીક અલગ હોય છે. તેમાં ચુકાદાની જગ્યાએ આખા કેસમાં એ મુદ્દાઓ કે વિષયોને ચિન્હિત કરાય છે જેમાં તેમને લાગે છે કે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

(3:31 pm IST)