Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અનેક રાજયોમાં સરકાર હોવા છતાં રાજયસભામાં કોંગ્રેસ નબળી રહેશે

કોંગ્રેસની આ વર્ષે ૧૭ સીટો થઇ રહી છે ખાલી, પરંતુ ૧૦ સીટો પણ મળવી મુશ્કેલ

નવી દિલ્હી,તા.૯: કોંગ્રેસની કેટલાક રાજયોમાં સત્ત્।ામાં પાછા ફર્યા બાદ આ વર્ષે થનારા દ્વિવાર્ષિક રાજયસભા ચૂંટણીમાં તેની સ્થિતિ નબળી હશે. આ વર્ષે કોંગ્રેસની ૧૭ સીટો ખાલી થઇ રહી છે. પરંતુ દસ સીટો પણ મળવી મુશ્કેલ છે. જોકે ખાલી થતી વધુ પડતી સીટો અન્ય દળો અને ભાજપ શાસિત રાજય છે. ઉત્ત્।રાખંડ, ઓડિશા, યુપી, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, મેદ્યાલય, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશમાંથી રીટાયર થઇ રહેલા સભ્યોની વાપસી અશકય છે. કોંગ્રેસને છત્ત્।ીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી અતિરિકત સીટો મળવાની આશા છે.

મોતીલાલ વોરા, દિગ્વિજય સિંહ, બી કે હરિપ્રસાદ, રાજબબ્બર, રાજીવ ગૌડા, મધુસુદન મિસ્ત્રી, પીએલ પુનિયા, કુમારી શૈલજા જેવા નેતા વાપસીના પ્રયત્નો કરશે. જયારે જયોતિરાદિત્ય સિંધિયા, કે સી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, પ્રમોદ તિવારી, રાજીવ શુકલા, રણદીપ સુરજેવાલા જેવા નેતા કોંગ્રેસ શાસિત રાજયોને રાજયસભા પહોચાડવાની લાઈનમાં છે. કોંગ્રેસ શાસિત રાજય છત્ત્।ીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બે-બે સીટો મળશે. બીજી બાજુ ઝારખંડમાં ખાલી થઇ રહેલી બે સીટો માંથી એક પર કોંગ્રેસ દાવો જરૂરઙ્ગ કરશે.

યુપીથી રાજયસભા સાંસદ પીએલ પુનિયા નીમ્બરમાં રીટાયર થશે. રાજયમાં કોંગ્રેસના નવ વિધાયક છે. એવામાં આ સીટો ગુમાવી પડશે. ઉત્ત્।રાખંડથી રાજબબ્બરની ટર્મ પણ પુરી થઇ રહી છે. ત્યાં પણ કોંગ્રેસને સીટ મળશે નહી. બીજી બાજુ હિમાચલ અને ઓડિશામાં પણ સીટ ગુમાવી પડશે. કર્ણાટકમાં પણ રીટાયર થઇ રહેલા સભ્યોમાં જેડીએસના સમર્થન વગર એક પણ સીટ પર વાપસીની શકયતા નથી.

(11:32 am IST)