Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વિશ્વ કેન્સર દિવસે ગોવાના મુખ્યમંત્રી પર્રિકરે કર્યું ટ્વીટ :બીમારી સામે લડવાની આપી ટિપ્સ

માનવ મસ્તિષ્ક કોઈ પણ બિમારીનો ઈલાજ શોધી શકે છે: બિમાર થવા પર તેમને કોઈ તણાવ નહોતો

નવી દિલ્હી :વિશ્વ કેન્સર દિવસના અવસરે સોમવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે આ બિમારી સામે લડવાની રીતો અને પોતાની તરફથી થોડી ટીપ્સ શેર કરી છે. પરિકરે ટ્વિટમાં લખ્યુ છે કે માનવ મસ્તિષ્ક કોઈ પણ બિમારીનો ઈલાજ શોધી શકે છે. તમને જણાવી દઈએ કે મનોહર પરિકર પણ કેન્સરથી પીડિત છે અને અત્યાર સુધી ઘણી વાર તેમને હોસ્પિટલમાં ભરતી થવુ પડ્યુ છે.

   પરિકર કથિત રીતે સ્વાદુપિંડના કેન્સરથી પીડિત છે. તે ગયા વર્ષે ફેબ્રુઆરીથી લઈને હજુ સુધી ગોવા, મુંબઈ, દિલ્લી અને ન્યૂયોર્તની હોસ્પિટલોમાં ભરતી થયા હતા, હજુ પણ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં ઈલાજ બાદ અમેરિકાથી પાછા આવ્યા બાદ એડિટરો સાથે એક બેઠકમાં પરિકરે કહ્યુ હતુ કે જ્યારે તેમને પોતાની બિમારી વિશે જાણવા મળ્યુ તો તે ડર્યા નહોતા.

 તેમણે જણાવ્યુ હતુ કે બિમાર થવા પર તેમને કોઈ તણાવ નહોતો. તેમણે એ પણ કહ્યુ હતુ કે તેમની બિમારી સામે લડવા માટે તેમની પાસે ઈચ્છાશક્તિ છે.ત્યારબાદ એક અન્ય સંપાદકે કહ્યુ હતુ કે બેઠક દરમિયાન પરિકરને એ ક્ષણો વિશે પણ પૂછવામાં આવ્યુ હતુ જ્યારે ડૉક્ટરોએ તેમને બિમારી વિશે જણાવ્યુ હતુ. આ સવાલ બાદ પરિકર થોડી વાર શાંત થઈ ગયા હતા અને પછી કહ્યુ કે મને ડર નહોતો

   અત્રે ઉલ્લેખયનીય છે કે હાલમાં જ મનોહર પરિકરને એક સભાને સંબોધિત કરતા જોવામાં આવ્યા હતા એ પણ ત્યારે જ્યારે તેમના નાકમાં નળી લાગેલી હતી. તેમણે સભાને સંબોધિત કરતા બોલિવુડ ફિલ્મ ઉરીનો એક ડાયલૉગ બોલતા લોકોને પૂછ્યુ હતુ કે હાઉ ઈઝ ધ જોશ? ત્યારબાદ ત્યાં હાજર દર્શકોએ સરનો જવાબ આપ્યો હતો.

(8:03 pm IST)