Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હેરાલ્ડ કેસ : ૨૩મીના દિવસે સુનાવણી કરાશે

ચુકાદા પર બ્રેક મુકવા માંગ

નવીદિલ્હી, તા. ૪ : નેશનલ હેરાલ્ડ મામલામાં આગામી સુનાવણી ૨૩મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. એસોસિએટેડ જર્લન્સ લિમિટેડે સિંગલ બેંચના આદેશને દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. સાથે સાથે ૨૧મી ડિસેમ્બરના દિવસે ચુકાદા ઉપર બ્રેક મુકવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઇમારતને ખાલી કરવાના આદેશ ઉપર બ્રેક મુકવામાં આવે તે જરૂરી છે. આ મામલામાં વધુ સુનાવણી ૨૩મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવસે. આ પહેલા ૨૧મી ડિસેમ્બરના દિવસે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. કોર્ટે નેશનલ હેરાલ્ડના દિલ્હી ઓફિસને ખાલી કરવા માટે કેન્દ્ર સરકારના આદેશને પડકાર ફેંકતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. હેરાલ્ડની ઓફિસ છેલ્લા ૧૦ વર્ષથી ખાલી પડેલી છે. એજેએલ દ્વારા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ હાઉસની લીઝને રદ કરવાના ચુકાદાને પડકાર ફેંકી અરજી દાખલ કરાઈ હતી.

(7:50 pm IST)