Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

CBIને ઝટકો : પુરાવા લાવો સખ્ત કાર્યવાહી કરીશું : સુપ્રીમ

રાજીવકુમારને ચાર વાર સમન મોકલાયુ હતું : સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું કે : આવતીકાલ સુધી સુનાવણી ટળી

નવી દિલ્હી તા. ૪ : સારદા ચિટફંડ કૌભાંડમાં કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની વિરૂદ્ઘ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારના રોજ સુનવણી કરશે. અરજીમાં સીબીઆઈ એ કોર્ટને નિવેદન કર્યું હતું કે તેઓ રાજીવકુમારને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ આપે. સાથો સાથ સીબીઆઈ એ રાજીવકુમાર પર અત્યાર સુધી થયેલ ઇન્વેસ્ટિગેશનમાં સાથ ન આપવાનો પણ આરોપ મૂકયો છે.

સીબીઆઈ દ્વારા રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરનારાનો પણ આરોપ મૂકયો છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોલકત્ત્।ા પોલીસ કમિશ્નરે પુરાવા નષ્ટ કરવાની કોશિષ કરી છે. તો તેની સાથે જોડાયેલા પુરાવા અમારી સામે લાવો, તેમના પર એવી કાર્યવાહી થશે કે તેમને પસ્તાવું પડશે.

પોતાની અરજીમાં સીબીઆઈ એ કહ્યું હતું કે કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કેટલીય વખત સમન્સ મોકલ્યા હતા. પરંતુ તેમની તરફથી તપાસમાં કોઇ સહયોગ અપાયો નહોતો અને તે ઇન્વેસ્ટિગેશનમાં અડચણ ઉભી કરી રહ્યાં હતા.

(3:41 pm IST)