Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હવે મેંદાના ઉત્પાદનોના લેબલ ઉપર 'રિફાઇન્ડ વ્હીટ ફલોર' લખવું ફરજિયાત

માત્ર વ્હીટ ફલોર લખવાથી ગ્રાહકો છેતરાય છે : ઘઉંનો લોટ છે કે મેંદાનો ?

રાજકોટ તા. ૪ : તા. ૧ ફેબ્રુઆરીથી FSSAIના પાસ થયેલ ઓર્ડર મુજબ ફૂડ બિઝનેસ ઓપરેટરો એ જે પ્રોડકટમાં મેંદો વપરાય છે તેના લેબલીંગમાં 'રીફાઇન્ડ વ્હીટ ફલોર' લખવાનું રહેશે. અત્યારે બીસ્કીટ, નમકીન વગેરે ઘણા ઉત્પાદકો ફકત 'વ્હીટ ફલોર' લખે છે. જેનાથી ગ્રાહકોને ખ્યાલ નથી આવતો કે પ્રોડકટમાં ઘઉંનો લોટ છે કે મેંદો છે અને જ્યાં ઘઉંનો લોટ વપરાય છે ત્યાં 'હોલ વ્હીટ ફલોર' લખવાનું રહેશે. દરેક ફૂડ ઓપરેટરોને

૩૦ એપ્રિલ સુધીનો સમય તેમના પેકીંગમાં સુધારો કરવા માટે સમય આપવામાં આવેલ છે. ત્યારબાદ FSSAI દ્વારા લીગલ એકશન લેવામાં આવશે.(૨૧.૯)

(11:53 am IST)