Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન:દેશની 10 કરોડ જનતા પાસે સૂચન લેશે

તમામ રાજ્યોમાં 20 લોકોની ટીમ બનાવાઈ :12 જેટલા વિભાગમાં કામનું વિભાજન

નવી દિલ્હી :આગામી લોકસભા ચૂટણીં માટે ભાજપે સંકલ્પ પત્ર અભિયાનની શરૂઆત કરી છે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ જણાવ્યુ હતું કે, ભાજપ ઘોષણા પત્ર માટે દેશની 10 કરોડ જનતા પાસે જશે અને દેશની જનતાના સૂચન લેશે.

  અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે દેશમાં 30 વર્ષ બાદ ભાજપની પૂર્ણ બહુમત વાળી સરકાર બની છે.

પહેલાની સરકારે દેશની જનતા સાથે અન્યાય કર્યો. 2014 પહેલા દેશમાં નિરાશાનો માહોલ હતો.

   અમિતભાઇ શાહે કહ્યુ કે, સંકલ્પ પત્ર અભિયાન માટે તમામ રાજ્યોમાં 20 લોકોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ રિપોર્ટ તૈયાર કરશે અને સંકલ્પ પત્ર અભિયાનના અધ્યક્ષ રાજનાથસિંહને રિપોર્ટ સોપશે.

    ભાજપે અભિયાનને સફળ બનાવવા માટે 12 વિભાગમાં કામનું વિભાજન કર્યુ છે. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, ભાજપે લોકતંત્રને મજબૂત કર્યુ. આંતરિક લોકતંત્ર વાળી પાર્ટી હમેશા લોકતંત્રને મજબૂત કરી શકે છે. કેમ કે ભાજપમાં પરિવારવાદને મહત્વ આપવામા આવતુ નથી

(12:00 am IST)