Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

વક્સિનેશન અંગે સરકારની નીતિઓને લકવો મારી ગયો

વેક્સિનેશન સંદર્ભે રાહુલ ગાંધી દ્વારા આકરી ટીકા : સરકારે હવે આ વાત સ્વીકારી લેવી જોઈએ.અને સ્થિતિને ખોટી રીતે રજુ કરવા કરતા તેનો સામનો કરવાની જરુર

નવી દિલ્હી, તા. ૩ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારે કોરોનાની રસીને લઈને અપનાવેલી નીતિની ટીકા કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો વેક્સીનની અછત હોવાના કારણે રસીકરણ અભિયાનમાં વિઘ્ન આવી રહ્યુ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, સરકારની નીતિને લકવો મારી ગયો છે.આ પોલિસી સાથે વાયરસ પર જીત મેળવવી શક્ય નથી.સરકારે હવે આ વાત સ્વીકારી લેવી જોઈએ.સરકારે સ્થિતિને ખોટી રીતે રજુ કરવા કરતા તેનો સામનો કરવાની જરુર છે.

રાહુલે આ ટ્વિટની સાથે એક અખબારી અહેવાલ પણ શેર કર્યો છે.જેમાં કહેવાયુ છે કે, વેક્સીનની અછતથી દેશમાં સંખ્યાબંધ રસીકરણ કેન્દ્રો બંધ છે અને દરેક ભારતીયને ટીકાકરણનો અધિકાર આપી દેવાયો હોવા છતા હહજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં વેક્સીન બનાવતી બે કંપનીઓને રસી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો નથી.

આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારે કોરોના સામે લડવા યોગ્ય પગલા ભર્યા નથી.અગાઉ જે પણ ચેતવણીઓ અપાઈ હતી તેને નજર અંદાજ કરી હતી.આજે કોરોના સામે લડવા માટે જરુરી દરેક વસ્તુની દેશમાં અછત છે.દેશની રાજધાનીની હોસ્પિટલો હાઉસફુલ છે અને લોકોને ઓક્સિજનની અછત નડી રહી છે.

(7:41 pm IST)