Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વેદાંત કોરોના સામે લડવા માટે ૨૦૧ કરોડ આપશે

પીએમ ફંડમાં રૂ. ૧૦૧ કરોડનું પ્રદાન

અમદાવાદ,તા. ૩ : વેદાંતાએ પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રીલિફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ (પીએમ-કેર્સ) ફંડમાં રૂ. ૧૦૧ કરોડનું પ્રદાન કરશે. એનાથી દેશભરમાં વિસ્તૃત સમુદાયમાં રાહત પ્રદાન કરવા એનું ફંડ વધારીને રૂ. ૨૦૦ કરોડ કરવાની જાહેરાત કરી હતી. પીએમ-કેર્સ ફંડનું આ પ્રદાન વેદાંતાએ અગાઉ રૂ. ૧૦૦ કરોડનું ભંડોળ ઊભું કરવાની પ્રતિબદ્ધતામાં પૂરક બનશે, જે ત્રણ ચોક્કસ ક્ષેત્રોમાં કામ લાગશે. દેશભરમાં રોજિંદી આજીવિકાને ટેકો આપવો, નિવારણાત્મક હેલ્થકેર, અમારા તમામ પ્લાન્ટમાં બધા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પાર્ટનર્સને સાથ સહકાર આપવા સહિતના અનેકવિધ પગલાં વેદાંતા દ્વારા લેવામાં આવશે. કોવિડ-૧૯ને કારણે લોકડાઉનની અસરને ઓછામાં ઓછી થાય એ માટે વેદાંતા જુદા જુુદા પ્રકારની અનેક સુવિધાઓ પ્રદાન કરશે, ખાસ કરીને ગરીબો અને વંચિત  સમુદાયોને તમામ માટે ભોજન પૂરું પડાશે.

               જેમાં કંપનીએ રોજિંદી આજીવિકા પર નિર્ભર લોકોને આખા ભારતમાં ૧૦ લાખથી વધારે ભોજન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આખો મહિનો છૂટાં ફરતા ૫૦,૦૦૦થી વધારે પશુઓને ચારો આપવામાં આવશે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોઈ ભૂખમરાથી ન મરે એ સુનિશ્ચિતતા કરવી આપણી જવાબદારી છે. મારી સરકારને માઇગ્રન્ટ શ્રમિકને આગામી ત્રણ મહિના સુધી દર મહિને ઓછામાં ઓછા રૂ. ૮,૦૦૦ આપવા વિનંતી છે. સરકારે આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનની મંજૂરી આપી છે. આ મહત્ત્વપૂર્ણ છે કે, હાઇવે પર ટ્રક ડ્રાઇવરો માટે ધાબા અને ફૂડ સ્ટોલ ખુલ્લાં રહે. અમે આ સંબંધમાં કોઈ પણ પહેલને સાથસહકાર આપવા ઇચ્છીએ છીએ. શ્રી અગ્રવાલે ઉમેર્યું હતું કે, દેશના અર્થતંત્રને જાળવવામાં પ્રદાન કરતા એસએમઈ અને મહત્ત્વપૂર્ણ ઉદ્યોગો ૨૫ ટકા વર્કફોર્સ સાથે કામ કરે એ જરૂરી છે, કારણ કે તેઓ આવશ્યક સેવાઓ છે અને સતત પ્રોસેસ કેટેગરીમાં આવે છે.

(9:33 pm IST)