Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અહો આશ્ચર્યમ : બાબા રામદેવની તાજેતરમાં હસ્તગત કરાયેલી કંપની 'રૂચી સોયા'ના શેરનો ભાવ તમામ શેરબજાર સૂચકાંકોની વિરુદ્ધ 5300% કરતા વધારે વધ્યો : તમામ શેર સૂચકાંકો હાલ ધબાય નમઃ છે ત્યારે 'રૂચી સોયા' માં લાગે છે રોજ અપર સર્કિટ : કોલકાતા સ્થિત ઇન્વેટર ફોરમ સેબીને કરશે ઇનસાઇડર ટ્રેડિંગની ફરિયાદ

નવી દિલ્હી : હાલના તબબ્કે જ્યારે વિશ્વભરમાં કોરોનાનો આતંક ફેલાયો છે અને વેશ્વિક શેર બજારો જ્યારે ઊંધે માથે પચડયા છે ત્યારે બાબા રામદેવની તાજેતરમાં હસ્તગત કરવામાં આવેલી કંપની 'રૂચી સોયા'ના શેરનો ભાવ બજાર સૂચકાંકોની વિરુદ્ધ સફર કરી રહેલ જણાતા ટ્રેડરોમાં ખુબજ આશ્ચર્ય ફેલાયું છે. છેલ્લા 10 મહિનામાં, કોઈ કારણોસર રુચિ સોયાની સ્ક્રિપ્ટનો ભાવ 5300% કરતા વધારે વધી ગયો છે તેમ ન્યૂજફર્સ્ટના હવાલાથી જાણવા મડે છે.

સ્મોલ-કેપ રૂચિ સોયા ફક્ત એક જ એવો શેર છે જે છેલ્લા ઘણા મહિનાઓથી દરરોજ અપર સર્કિટને મારી રહ્યો છે. જ્યારે લગભગ બીજી બધી ધુરંધર કંપનીયોના શેર ધોયેલ મુડાની જેમ ધોવાય ગયા છે. આ બાબતે કોલકાતા સ્થિત એક ઇન્વેટર ફોરમ સેબીને ઈન્સાઇડર ટ્રેડિંગ અને કોઈ ચોક્કસ ઑપરેટરોના આ સ્ક્રિપ્ટમાં રસ વિશે ફરિયાદ કરશે તેમ પણ જાણવા મડી રહ્યું છે.

આકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો : 

1) રૂચી સોયા / 5300% ઉછાડો :

જુલાઈ 24, 2019 એ 52 સપ્તાહની નીચી સપાટી - રૂપિયા 3.28

આજે, 03 એપ્રિલ 2020 એ 52 અઠવાડિયાની ઊચી કિંમત - 189.65 રૂપિયા

2) 52 અઠવાડિયાનું સરવેયું : 

સેન્સેક્સ: 29% નીચે

નિફ્ટી: 30.58% નીચે

રૂચિ સોયા: 5300% ઉપર

(5:18 pm IST)