Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સ્પેનમાં કોરોનાના માત્ર એક દિવસમાં ૭૯૪૭ કેસો નોંધાયા

એક દિવસમાં જ ૯૬૧ લોકોએ દમ તોડી દીધો : સ્પેનમાં કેસની સંખ્યા અતિ ઝડપી વધી હવે ૧૧ર૦૬પ

મેડ્રીડ,તા. ૩: દુનિયાભરમાં લાખો લોકોને સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે સ્પેનમાં હાલત અતિ ખરાબ થઇ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્પેનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે ૯૬૧ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે નવા ૭૯૪૭ કેસો સપાટી પર આવ્યા છે. આનો અર્થ એ થયો કે કે કોરોના ફેલાવાની ગતિ સ્પેનમાં હાલમાં સૌથી વધારે જોવા મળી રહી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે.

સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે. જે સંકેત આપે છે કે સ્થિતી હજુ વણસી શકે છે.. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે.  સ્પેનમાં એક જ દિવસમાં સોમવારના દિવસે  ૮૧૨ લોકોના મોત થઇ ગયા બાદ મંગળવારના દિવસે વધુ ૭૪૮ લોકોના મોત થયા હતા.

૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકારમ મચી ગયો છે.સકંજાથી બચી શક્યા નથી. સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અવસાન થયું છે.

૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયા બાદથી હજુ સુધી સ્પેનમાં કેસોની સંખ્યા અવિરત રીતે વધી રહી છે.સ્પેનમાં હાલમાં લોકો ભારે પરેશાન થયેલા છે.સ્પેનમાં કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે ગંભીર રહેલા લોકોની સંખ્યા ખુબ વધારે છે. સ્પેનમાં કેસોની સંખ્યાને લઇને પણ વિરોધાભાસ આવી રહ્યા છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે સ્પેનમાં પણ કેસોની સંખ્યા તો સત્તાવાર આંકડા કરતા વધારે છે.  સ્પેનમાં પણ જીવલેણ કોરોના વાયરસના કેસો ચીન કરતા વધારે છે.

(3:29 pm IST)