Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાના દર્દીનો બેડ ખાલી કરાવી પ્રસુતાને આપ્યો :નવજાત અને માતા બન્ને પોઝિટીવ

નવજાત શિશુના પિતાને પણ કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરાયો

મુંબઈ : મુંબઈમાં કોરોના વાયરસનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાક અહીં 3 દિવસના બાળક અને તેની 26 વર્ષીય માતાને કોરોના વાયરસ થઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે માતા અને બાળકોને હોસ્પિટલમાં એજ બેડ એલોટ કરવામાં આવ્યો જેના પર થોડા દિવસો પહેલા કોવિડ-19 પીડિત વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ માતા અને બાળકને કુર્લા ભાભા હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા અને પછી તેને મુંબઈમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા મામલાને નોડલ સેન્ટર કસ્તુરબા ગાંધી હોસ્પિટલ મોકલવામાં આવ્યા.હતા

  એક રિપોર્ટ અનુસાર પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમને આ વિશે જાણ ત્યારે થઈ જ્યાકે એક ડોક્ટરને બોલાવીને કોરોના વાયરસની તપાસ કરવા કહ્યું. તેમણે જણાવ્યું કે ચેમ્બુર હોસ્પિટલમાં માતા અને બાળકને કોઈ સ્ટાફે અસિસ્ટ ન કર્યો. ત્યાર બાદ તેમને બીજા રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. નવજાત શિશુના પિતાને પણ કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અહીં 120થી વધુ કોવિડ-19 પેસન્ટ્સની સારવાર ચાલી રહી છે

(1:09 pm IST)