Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

શહેર છોડીને જનારા ભૂખ્યા અને જરૂરિયાતમંદોને મદદ કરો : પ્રિયંકા ગાંધીએ તમામ ધર્મના વડાને લખ્યો પત્ર

લોકો બે સમયના અનાજ પાણી માટે તરસી રહ્યા છે. બીમાર લોકો અને વૃદ્ધો પાસે દવા નથી, બાળકો ભૂખથી પરેશાન છે.

નવી દિલ્હી : દેશમા કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે.સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. જેના પગલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક અપીલ કરી છે. તેમણે તમામ મંદિર- મસ્જિદ- ચર્ચ અને ગુરુદ્વારાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભાવનાત્મક અપીલ કરી છે. જેમાં તેમણે કહ્યું કે શહેર છોડીને જનારા ભૂખ્યા અને જરૂરિયાતમંદોને મદદ કરવાનું કહેવામા આવ્યું છે. જેમા તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓની મદદ લેવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે આ લડાઈ આપણે એકબીજાની મદદથી જીતી શકીશું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે દેશ અત્યારે કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યો છે. દેશમા લોકડાઉન કરવામા આવ્યું છે તેથી જનતા માટે અત્યારે મુશ્કેલીનો સમય છે. દેશમા લોકો ભૂખ્યા તરસ્યા તેમના ગામે જઈ રહ્યા છે. લોકોની નોકરી છુટી રહી છે. મજૂરોના કામ બંધ છે. રસ્તા પર ખુમચા લગાવતા લોકો પર બેકાર છે.

હાલત એટલા ખરાબ છે કે લોકો બે સમયના અનાજ પાણી માટે તરસી રહ્યા છે. બીમાર લોકો અને વૃદ્ધો પાસે દવા નથી, બાળકો ભૂખથી પરેશાન છે. દરેક સ્થળોએ દર્દનાક તસ્વીર જોવા મળી રહી છે. તેમણે પત્રમા લખ્યું છે કે તમે અને તમારી સંસ્થા હજારો લોકો અને માનવતાની સેવા કરો છો અને ભલાઈનો રસ્તો બતાડી રહ્યા છે. માનવ સેવા સૌથી વધુ પુણ્ય અને સારો રસ્તો છે.તમારે જોડે સૌને પ્રેરણા મળે છે.

પ્રિયંકા ગાંધીએ પત્રના અંતમા લખ્યું છે કે સંસ્થાઓ સમૂહ રસોડા ચલાવીને જરૂરિયાત મંદોને મદદ પહોંચાડે અને આ કામમા કોંગ્રેસ કાર્યકર કામ કરવા માટે હંમેશા તૈયાર છે. તેમજ કાર્યકરો કોરોના આફત અને બચાવ કાર્યમા હંમેશા તૈયાર રહેશે. મને વિશ્વાસ છે કે આ લડાઈમા એકજૂથ થઈને એક બીજાની મદદ કરશે અને કોરોના મહામારીથી દેશથી જનતાની રક્ષા કરવાનો હરસંભવ પ્રયાસ કરશે.

(1:05 pm IST)