Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગુજરાતમાં 'સદી' તરફ ધસમસતો કોરોનાઃ નવા ૭, કુલ ૯૫ કેસ

પંચમહાલના એક દર્દીનું મૃત્યુઃ આજે અમદાવાદમાં ૭ વર્ષની છોકરી સહિત ૭ ઉમેરાતા જિલ્લામાં કુલ ૩૮ દર્દીઓ : રાજયમાં માત્ર ર દર્દીઓ વેન્ટીલેટર પર, ૭પ ની તબિયત સ્થિરઃ ૧૦ સાજા થઇ ગયા, ૮ મરણને શરણ

 આજે સવારે ગાંધીનગર સચિવાલય ખાતે કોરોના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિ, સાયન્સ ટેકનોલોજીના સચિવ હારિત શુકલા અને આરોગ્યના અધિક નિયામક પ્રકાશ વાઘેલા ઉપસ્થિત છે.

 ગાંધીનગર ૩: કોરોના વાયરસને રાજયમાં આજે ૯ દિવસ પુર્ણ થવા આવ્યા ત્યારે વિસ્તૃત વિગતો આપતા રાજયના આરોગ્ય વિભાગના અકગ્રસચિવશ્રી જયંતિ રવિ એ ગાંધીનગર સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજયમાં કોરોના વાયરસના આજે સવાર સુધી કુલ ૯પ કેરસો પોઝીટીવ મળ્યા છે. જયારે કુલ ૮ મૃત્યુ થયા છે.આજે અમદાવાદના ૭ કેસ ઉમેરાયા તેમા ૪ કાલુપુર વિસ્તારના છે.

રાજયમાં ગઇકાલ સુધી કુલ મૃત્યુ ૭ હતા જેમાં પંચમહાલના ગોધરામાં એક ૭૮ વર્ષિય વ્યકિતનું મોત થતા હવે આજની સ્થિતીએ રાજયમાંં કુલ મૃત્યુ ૮ થયા પામ્યા છે. રાજય સરકારના વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, સ્વેચ્છિક સંસ્થાઓ અને પ્રજાના સહયોગથી કામગીરી થઇ રહી છે.

રાજયસરકાર દ્વારા કરવામાં આવતું મોનીટરીંગ અને ઝોનવાઇસ સિનિયર અધિકારીઓ દ્વારા રોજબરોજની જાણ કામગીરીનો વિગતવાર અહેવાલ મળતો રહે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૦ લોકો સાઝા થઇ ઘરે પરત ગયા છે. આજે સવાર સુધી ૭ કેસો વધ્યા છે. તે તમામ અમદાવાદના છે જેમાં એક ૭ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે.

કુલ ૧૪,૮૬૮ કેસો છે જેમાં ૧૪ દિવસ પૂર્ણ થવા આવ્યા છે. તેવા કેસોની આજે સંપૂર્ણ ચકાસણી કરી ઘરમાં રહી શકે તેવી તાકીદ કરવામાં આવશે. રેડકોર્ષ દ્વારા ૧૧૭ બાળકોને થેલીસીમીયાની દવા પુરી પાડવામાં આવી છે.૧૧૦૦ હેલ્થ વર્ગને પર ૭૪ર જેટલા કોલ આવ્યા છે.

આમ વિગત વાર પોઝીટીવ કેસોની હકીકત જોઇએ તો સૌથી વધારે અમદાવાદ ૩૮, વડોદરા-૯, રાજકોટ ૧૦, સુરત ૧ર, ભાવનગર ૭, કચ્છ ૧, મહેસાણા ૧, ગીર-સોમનાથ-ર, પંચમહાલ-૧, પોરબંદર-૩, ગાંધીનગર-૧૧ છે.

ખાસ કરીને ઘરમાં બેઠા યોગ, ગરમ પાણી, નાકના ભાગમાં તલનું તેલ જેવા ઘરમાં ઉપચારો ચાલુ રાખવા જેનાથી આ કોરોનાનો ખુબ સારો સામનો કરી શકીશું.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે પહેલા આપણે માસ્ક પહેરવા આગ્રહ નહોતા કરતા પરંતુ હવે ડબલ્યુ એચઓ દ્વારા માસ્ક પહેરવાની તાકીદ કરી છે માટે સૌ આજથી માસ્ક પહેરવાનો આગ્રહ રાખો દરરોજ સાંજે ગરમ પાણીથી ધોઇ નાખવા

(3:19 pm IST)